મુંબઇ : શેરબજારમાં આજે શરૂઆતી કારોબારમાં મંદી રહ્યા બાદ અંતે રિકવરીનો દોર રહ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૧૯૭ પોઇન્ટ અથવા તો ૦.૫૬ ટકા સુધરીને ૩૫૪૫૭ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૬૬ પોઇન્ટ અથવા તો ૦.૬૨ ટકા રિકવર થઇને ૧૦૬૮૨ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં બે ટકાનો ઉછાળો રહ્યો હતો. ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સ અને બેંક ઓફ ઇÂન્ડયાના શેરમાં તેજી રહી હતી. બ્રોડર માર્કેટમાં મિડકેપ ઇન્ડેક્સ ૧૪૯૯૮ની સપાટીએ રહ્યો હતો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં સપાટી ૧૪૪૮૬ રહી હતી.
શેરબજારમાં હાલમાં ઉતારચઢાવનો દોર જારી રહી શકે છે. એશિયન શેરબજારમાં મિશ્ર સ્થિતિ જાવા મળી હતી. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર મડાગાંઠનો અંત આવે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે. નાસ્ડેકમાં ૦.૫ ટકાનો ઘટાડો આજે રહ્યો હતો. એશિયન શેરબજારમાં મિશ્ર સ્થિતિની સાથે સાથે ઓપેક ઉત્પાદન ઉપર નજર કેન્દ્રિત થઇ ગઈ છે. આજે બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલદીઠ ૬૭.૧૪ ડોલર રહી હતી. સેંસેક્સ ગુરૂવારના દિવસે કારોબારના અંતે ૧૧૯ પોઇન્ટ ઉછળીને ૩૫૨૬૧ની સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૪૦ પોઇન્ટ ઉછળીને ૧૦૬૧૭ની સપાટીએ રહ્યો હતો. ખાદ્ય ચીજવસ્તુઓની કિંમત નરમ પડ્યા બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધવાથી હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવાનો આંકડો ઓક્ટોબર મહિનામાં વધીને ચાર મહિનાની ઉંચી સપાટી ઉપર પહોંચી ગયો છે.ડબલ્યુપીઆઈ ફુગાવાનો આંકડો ચાર મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાના લીધે ફુગાવાનો આંકડો ૫.૨૮ ટકા થયો છે. ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ચાર મહિનાની ઉંચી સપાટીથી ક્રૂડમાં ૨૧ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. સપ્ટેમ્બર મહિનામાં ડબલ્યુપીઆઈ ફુગાવાનો આંકડો વધીને ૫.૧૩ ટકા થયો હતો જે ઓગસ્ટ મહિનામાં ૪.૫૩ ટકાની નીચી સપાટીએ હતો.
શેરબજારમાં હાલમાં બે દિવસની રજા રહી હતી.શેરબજારમાં કારોબાર બાદ સીપીઆઈ ફુગાવાના આંકડા ઓક્ટોબર મહિના માટેના જારી કરવામાં આવ્યા હતા. એકબાજુ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો સપ્ટેમ્બર મહિનામાં આંશિકરીતે વધીને ૪.૫ ટકા થયો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરના શાનદાર દેખાવના લીધે આંકડામાં સુધારો થયો છે. બીજી બાજુ સીપીઆઈ આધારિત ફુગાવાનો આંકડો ઓક્ટોબર મહિનામાં ૩.૩૧ ટકા રહ્યો છે. સપ્ટેમ્બરના મહિનામાં આ આંકડો ૩.૭૭ ટકા હતો. પ્રાયમરી ગુડ્ઝ ગ્રોથનો આંકડો માસિક આધાર પર ૨.૬ ટકાના દરે યથાવત રહ્યો હતો. સીપીઆઈ આધારિત ફુગાવો ઓક્ટોબર મહિનામાં ૩.૩૧ ટકા રહ્યો છે જે સપ્ટેમ્બર મહિનામાં આનાથી વધારે હતો. સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો વધીને ૩.૭૭ ટકા રહ્યો હતો જે ઓગસ્ટમાં ૩.૬૯ ટકા હતો જે ૧૦ મહિનાની નીચી સપાટી હતી .