બજારમાં રિક્વરી : સેંસેક્સમાં ૨૫૮ પોઇન્ટ સુધીની રિક્વરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  શેરબજારમાં આજે પણ રિક્વરી જારી રહી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૨૫૮ પોઇન્ટ સુધરીને ૩૫૫૧૯ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૬૭ પોઇન્ટ સુધરીને ૧૦૬૮૪ની સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં આજે દિવસ દરમિયાન રિક્વરી રહે તેવી શક્યતા છે. સેંસેક્સ ગુરૂવારના દિવસે કારોબારના અંતે ૧૧૯ પોઇન્ટ ઉછળીને ૩૫૨૬૧ની સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૪૦ પોઇન્ટ ઉછળીને ૧૦૬૧૭ની સપાટીએ રહ્યો હતો. ખાદ્ય ચીજવસ્તુઓની કિંમત નરમ પડ્યા બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધવાથી હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવાનો આંકડો ઓક્ટોબર મહિનામાં વધીને ચાર મહિનાની ઉંચી સપાટી ઉપર પહોંચી ગયો છે.

ડબલ્યુપીઆઈ ફુગાવાનો આંકડો ચાર મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાના લીધે ફુગાવાનો આંકડો ૫.૨૮ ટકા થયો છે. ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ચાર મહિનાની ઉંચી સપાટીથી ક્રૂડમાં ૨૧ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે.  સપ્ટેમ્બર મહિનામાં ડબલ્યુપીઆઈ ફુગાવાનો આંકડો વધીને ૫.૧૩ ટકા થયો હતો જે ઓગસ્ટ મહિનામાં ૪.૫૩ ટકાની નીચી સપાટીએ હતો.  શેરબજારમાં હાલમાં બે દિવસની રજા રહી હતી.શેરબજારમાં કારોબાર બાદ સીપીઆઈ ફુગાવાના આંકડા ઓક્ટોબર મહિના માટેના જારી કરવામાં આવ્યા હતા.

એકબાજુ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો સપ્ટેમ્બર મહિનામાં આંશિકરીતે વધીને ૪.૫ ટકા થયો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરના શાનદાર દેખાવના લીધે આંકડામાં સુધારો થયો છે. બીજી બાજુ સીપીઆઈ આધારિત ફુગાવાનો આંકડો ઓક્ટોબર મહિનામાં ૩.૩૧ ટકા રહ્યો છે. સપ્ટેમ્બરના મહિનામાં આ આંકડો ૩.૭૭ ટકા હતો. પ્રાયમરી ગુડ્‌ઝ ગ્રોથનો આંકડો માસિક આધાર પર ૨.૬ ટકાના દરે યથાવત રહ્યો હતો.  સીપીઆઈ આધારિત ફુગાવો ઓક્ટોબર મહિનામાં ૩.૩૧ ટકા રહ્યો છે જે સપ્ટેમ્બર મહિનામાં આનાથી વધારે હતો. સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો વધીને ૩.૭૭ ટકા રહ્યો હતો જે ઓગસ્ટમાં ૩.૬૯ ટકા હતો જે ૧૦ મહિનાની નીચી સપાટી હતી .

Share This Article