મુંબઇ : શેરબજારમાં આજે મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ. કારોબારની શરૂઆત થયા બાદ નિરાશાજનક માહોલ જાવા મળ્યો હતો. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૨૧ પોઇન્ટ ઘટીને ૩૪૭૯૧ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટ ત્રણ પોઇન્ટ ઘટીને ૧૦૪૭૮ની સપાટી પર રહ્યો હતો. બેંચમાર્ક બ્રેન્ટ ક્રુડની કિંમત ઘટીને નીચી સપાટીએ પહોંચી છે તે ૭૦ ડોલરથી પણ નીચે પહોંચી ગઈ છે. ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ચાર મહિનાની ઉંચી સપાટીથી તેમાં ૧૮ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. તેની કિંમત હવે ૬૯.૭૦ ડોલર ઉપર રહી છે.
સીપીઆઇ ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા બાદ હવે આવતીકાલે બુધવારના દિવસે ઓક્ટોબર હમિના માટેના હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઈ)ના આંકડા જારી કરવામાં આવનાર છે. સપ્ટેમ્બર મહિનામાં ડબલ્યુપીઆઈ ફુગાવાનો આંકડો વધીને ૫.૧૩ ટકા થયો હતો જે ઓગસ્ટ મહિનામાં ૪.૫૩ ટકાની નીચી સપાટીએ હતો. વધુમાં ગુરુવારના દિવસે ભારતના વેપાર બેલેન્સ આંકડા પણ જારી કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના ઉપપ્રમુખ માઇક પેન્સ વચ્ચે થનારી બેઠકને લઇને પણ કારોબારીઓની નજર કેન્દ્રિત થઇ ગઈ છે. બંને નેતાઓ આગામી મહિનામાં સિંગાપોરમાં બેઠક દરમિયાન દ્વિપક્ષીય વાતચીત કરનાર છે.
આ બેઠકમાં તમામ પાસાઓ ઉપર ચર્ચા થશે. ખાસ કરીને વેપાર પાસા પર ચર્ચા થનાર છે.શેરબજારમાં હાલમાં બે દિવસની રજા રહી હતી.શેરબજારમાં કારોબાર બાદ ગઇકાલે સીપીઆઈ ફુગાવાના આંકડા ઓક્ટોબર મહિના માટેના જારી કરવામાં આવ્યા હતા. એકબાજુ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો સપ્ટેમ્બર મહિનામાં આંશિકરીતે વધીને ૪.૫ ટકા થયો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરના શાનદાર દેખાવના લીધે આંકડામાં સુધારો થયો છે. બીજી બાજુ સીપીઆઈ આધારિત ફુગાવાનો આંકડો ઓક્ટોબર સપ્ટેમ્બરના મહિનામાં આ આંકડો ૩.૭૭ ટકા હતો. પ્રાયમરી ગુડ્ઝ ગ્રોથનો આંકડો માસિક આધાર પર ૨.૬ ટકાના દરે યથાત રહ્યો છે. સીપીઆઈ આધારિત ફુગાવો ઓક્ટોબર મહિનામાં ૩.૩૧ ટકા રહ્યો છે જે સપ્ટેમ્બર મહિનામાં આનાથી વધારે હતો.
સપ્ટેમ્બર મહિનામાં રિટેલ ફુગાવો વધીને ૩.૭૭ ટકા રહ્યો હતો જે ઓગસ્ટ મહિનામાં ૩.૬૯ ટકા હતો જે ૧૦ મહિનાની નીચી સપાટી હતી.શેરબજારમાં ગઇકાલે સોમવારના દિવસે કારોબારની શરૂઆત થયા બાદ પ્રથમ દિવસે જ નિરાશાજનક માહોલ રહ્યો હતો. સેંસેક્સ ૩૪૬ પોઇન્ટ ઘટીને ૩૪૮૧૩ની નીચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ૩૫૦૦૦ની સપાટી ગુમાવી દીધી છે. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સમાં ૧૦૩ પોઇન્ટનો ઘટાડો નોંધાતા તેની સપાટી ૧૦૪૮૨ નોંધાઈ હતી. શેરબજારમાં ઉપયોગી આંકડાને લઇને હવે તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ઉપરાંત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ પણ હવે જાહેર કરવામાં આવનાર છે.