મુંબઇ : તહેવારની પૂર્ણાહૂતિ બાદ આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં દલાલ સ્ટ્રીટમાં સાત પરિબળો દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે તેવી શક્યતા છે. હાલમાં શેરબજારમાં વધુ રોકાણ કરવાના મૂડમાં કારોબારીઓ દેખાઈ રહ્યા નથી. જુદા જુદા આંકડાઓ જારી કરવામાં આવનાર છે. આ તમામ આંકડા જારી કરાયા બાદ જ બજારની દિશા નક્કી થશે. રિટેલ ફુગાવાનો આંકડો ઓક્ટોબર મહિના માટે આવતીકાલે જારી થશે. સપ્ટેમ્બર મહિનામાં રિટેલ ફુગાવો વધીને ૩.૭૭ ટકા રહ્યો હતો જે ઓગસ્ટ મહિનામાં ૩.૬૯ ટકા હતો જે ૧૦ મહિનાની નીચી સપાટી હતી. બીજી બાજુ બુધવારના દિવસે ઓક્ટોબર હમિના માટેના
હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઈ)ના આંકડા જારી કરવામાં આવનાર છે. સપ્ટેમ્બર મહિનામાં ડબલ્યુપીઆઈ ફુગાવાનો આંકડો વધીને ૫.૧૩ ટકા થયો હતો જે ઓગસ્ટ મહિનામાં ૪.૫૩ ટકાની નીચી સપાટીએ હતો. વધુમાં ગુરુવારના દિવસે ભારતના વેપાર બેલેન્સ આંકડા પણ જારી કરવામાં આવનાર છે. સપ્ટેમ્બર ટ્રેડ ડેફિસિટનો આંકડો ૧૩.૯૦ અબજ ડોલર રહ્યો હતો. આ ઉપરાંત અન્ય જે પરિબળોની અસર શેરબજાર પર થનાર છે તેમાં આંતરરાષ્ટ્રીય તેલ કિંમતો, આઈઆઈપીના આંકડા, ફુગાવાના આંકડા, ફોરેક્સ માર્કેટની Âસ્થતિ, ત્રિમાસિકગાળાના કમાણીના આંકડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના ઉપપ્રમુખ માઇક પેન્સ વચ્ચે થનારી બેઠકને લઇને પણ કારોબારીઓની નજર કેન્દ્રિત થઇ ગઈ છે. બંને નેતાઓ આગામી મહિનામાં સિંગાપોરમાં બેઠક દરમિયાન દ્વિપક્ષીય વાતચીત કરનાર છે. આ બેઠકમાં તમામ પાસાઓ ઉપર ચર્ચા થશે. ખાસ કરીને વેપાર પાસા પર ચર્ચા થનાર છે. દરમિયાન દલાલ સ્ટ્રીટમાં અન્ય મહત્વપૂર્ણ પાસા ઉપર પણ ચર્ચા થનાર છે. ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા મિશ્ર રહેનાર છે. એસબીઆઈ, વોલ્ટાજ, પીએનબી હાઉસિંગના પરિણામ પણ જારી કરવામાં આવનાર છે. બ્રિટાનિયા, તાતા સ્ટીલ, હિન્દુસ્તાન મોટર્સ, જેટ એરવેઝ, જિંદાલ સ્ટીલ, યુનિયન બેંક, ઓપોલો ટાયર, બોમ્બે ડાઇંગ, સનફાર્મા દ્વારા તેમની કમાણીના આંકડા આગામી સપ્તાહમાં જારી કરવામાં આવનાર છે. શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન રજાનો માહોલ રહ્યો હતો. બીએસઈ સેંસેક્સ છેલ્લા સપ્તાહમાં ૭૯ પોઇન્ટ ઘટીને ૩૫૧૫૮ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૩ પોઇન્ટ ઘટીને ૧૦૫૮૫ની નીચી સપાટીએ રહ્યો હતો.
મૂડી ઇન્વેસ્ટર્સ સર્વિસ દ્વારા હાલમાં જ આંકડા જારી કરવામાં આવ્યા હતા જેમાં જુદા જુદા પાસા ઉપર વાત કરવામાં આવી હતી. આમા જણાવવામાં આવ્યું હતું કે, ભારતીય વિકાસ દર ૨૦૧૮માં ૭.૪ ટકા રહેશે પરંતુ વધતા જતા વ્યાજદરના કારણે આગામી વર્ષમાં તે ઘટીને ૭.૩ ટકા થશે. બેંચમાર્ક બ્રેન્ટ ક્રુડની કિંમત ઘટીને નીચી સપાટીએ પહોંચી છે તે ૭૦ ડોલરથી પણ નીચે પહોંચી ગઈ છે. ઓક્ટોબર મહિનાની શરૃઆતમાં ચાર મહિનાની ઉંચી સપાટીથી તેમાં ૧૮ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. તેની કિંમત હવે ૬૯.૭૦ ડોલર ઉપર રહી છે. આ સપ્તાહમાં ચાર સેન્ટનો ઘટાડો થયો છે. ક્રૂડની કિંમતમાં સ્થિરતા આવવાના પરિણામ સ્વરુપે રોકાણકારો આશાસ્પદ દેખાઈ રહ્યા છે. સાથે સાથે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે જેનાથી સારા સંકેત પણ મળી રહ્યા છે.