બજારમાં કડાકો : સેંસેક્સમાં ૭૮ પોઇન્ટનો શરૂમાં ઘટાડો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : શેરબજારમાં આજે શરૂઆતી કારોબારમાં મંદી રહી હતી. ધનતેરસના દિવસે કારોબાર કમજાર રહેતા નિરાશા જોવા મળી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૭૬ પોઇન્ટ ઘટીને ૩૪૯૩૩ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૨ પોઇન્ટ ઘટીને ૧૦૫૩૦ની નીચી સપાટી પર રહ્યો હતો. આજે દિવસ દરમિયાન મંદી રહેવાના સંકેતો દેખાઇ રહ્યા છે. બીએસઈ લિસ્ટેડ કંપનીઓ દ્વારા આ સપ્તાહમાં પણ ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. મંગળવારના દિવસે આદિત્ય બિરલા, ગ્રેફાઈડ ઇન્ડિયા લિમિટેડનો સમાવેશ થાય છે. ગુરુવારના દિવસે એમઆરએફ અને શુક્રવારના દિવસે ટાઈટન કંપની, ઇન્ડિયન બેંક, ઇન્ડિયા સિમેન્ટના પરિણામ જાહેર થશે.અલબત્ત છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સેંસેક્સમાં તીવ્ર ઉછાળો રહ્યો હતો. છેલ્લા સપ્તાહમાં સેંસેક્સમાં ૧૬૬૨ પોઇન્ટનો અથવા તો પાંચ ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૫૨૩ પોઇન્ટનો અથવા તો પાંચ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૦૫૫૩ રહી હતી.

હવે તહેવાર સાથે જાડાયેલા સપ્તાહ દરમિયાન પાંચ પરિબળો બજારની દિશા નક્કી કરવામાં ચાવીરુપ ભૂમિકા અદા કરી શકે છે. ઇરાન સામે લાદવામાં આવેલા અમેરિકાના પ્રતિબંધોની અસર જાવા મળશે. આ ઉપરાંત સ્પેશિયલ મુર્હૂત કારોબાર, ફેડ રિઝર્વ પોલિસીની બેઠક, કમાણીના આંકડાની અસર જોવા મળી શકે છે. સાઉદી અરેબિયા જેવા મોટા ઓપેક દેશે પણ ભારતની વધતી જતી માંગને પૂર્ણ કરવા માટે તૈયારી દર્શાવી છે.

આવી સ્થિતિમાં ઇરાન પરના પ્રતિબંધ તાત્કાલિક ધોરણે ભારતની ક્રૂડ ઉત્પાદન અને માંગ ઉપર કોઇ અસર પડશે નહીં. કારણ કે, સાઉદી અરેબિયાએ આને લઇને તૈયારી દર્શાવી છે.યુએસ ફેડ રિઝર્વની બે દિવસની પોલિસી સમીક્ષા બેઠક બુધવારથી શરૂ થશે. મોટાભાગના લોકો માની રહ્યા છે કે, છેલ્લા આઠ ત્રિમાસિક ગાળામાં પોલિસી રેટમાં સાત વખત વધારો કરવામાં આવ્યા બાદ અમેરિકાની રિઝર્વ બેંક દ્વારા પ પોલિસી રેટમાં યથાસ્થિતિ જાળવી રાખવામાં આવશે. અમેરિકામાં પોલિસી રેટ ૨-૨.૨૫ ટકા રહેલો છે.

 

Share This Article