મુંબઇ : શેરબજારમાં આજે રિક્વરીનો દોર જારી રહ્યો હતો.કારોબારની શરૂઆત થયા બાદ સેંસેક્સ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ૩૧ પોઇન્ટ રીક્વર થઇને ૩૪૪૭૪ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૬ પોઇન્ટ રિક્વર થઇને ૧૦૪૦૩ની સપાટી પર રહ્યો હતો. સવારમાં રેંજ આધારિત કારોબાર જાવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં પણ તેજી રહી હતી. એલએન્ડટીના શેરમાં છ ટકાનો ઉછાળ રહ્યો હતો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં એક ટકા સુધીનો સુધારો રહ્યો હતો. ગઇકાલે બુધવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૫૫૧ પોઇન્ટ ઉછળીને ૩૪૪૪૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૧૮૮ પોઇન્ટ ઉછળીને ૧૦૩૮૭ની સપાટીએ રહ્યો હતો.ગઇકાલે બુધવારના દિવસે જારદાર રિક્વરી રહી હતી.
જેથીમૂડીરોકાણકારોની સંપત્તિમાં ૧.૯૨ લાખ કરોડનો વધારો થયો હતો. બીએસઈ બેંચમાર્ક ઇન્ડેક્સમાં ૫૫૧ પોઇન્ટનો સુધારો થયા બાદ રોકાણકારોની સંપત્તિ ઉલ્લેખનીયરીતે વધી ગઈ હતી. બીએસઇ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે વધારો થતાં તેની માર્કેટ મૂડી વધીને ૧૩૮૪૫૧૦૯.૩૭ કરોડ થઇ ગઇ હતી. શેરબજારમાં એક વખતે મંદી જાવા મળી હતી.ગયા શુક્રવારના દિવસે કારોબારના છેલ્લા દિવસે સેંસેક્સ ૩૪૧ પોઇન્ટ ઘટીને ૩૩૩૪૯ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૯૫ પોઇન્ટ ઘટીને ૧૦૦૩૦ની સપાટીએ રહ્યો હતો.
સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૯૬૬ પોઇન્ટનો ઘટાડો અથવા તો ૨.૮૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટીમાં ૨૭૪ પોઇન્ટનો ઘટાડો જાવા મળ્યો હતો. અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે કટોકટીને લઇને પણ માર્કેટની ચિંતા વધી ગઈ છે. પત્રકાર જમાલના મોતને લઇને અમેરિકા અને સાઉદી અરેબિયા આમને સામને છે. વધારાના ક્રૂડ ઓઇલના ઉત્પાદનને લઇને સાઉદી અરેબિયાની હિલચાલ શું રહેશે તેને લઇને પણ વિશ્વની નજર કેન્દ્રિત થઇ છે. અમેરિકાએ આ સપ્તાહની શરૂઆતમાં જ ઇરાન ઉપર પ્રતિબંધ લાગૂ કરી દીધા હતા.