મુંબઇ: શેરબજારમાં આજે છેલ્લા ચાર સેશનથી ચાલી રહેલી મંદી પર બ્રેક મુકાઇ હતી. ફાયનાન્સિયલ અને ઓએમસીના શેરમાં તેજી વચ્ચે બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં ૦.૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. કારોબારના અંતે સંસેક્સ ૧૮૭ પોઇન્ટ ઉછળીને ૩૪૦૩૪ની ઉંચી સપાટી પર રહ્યો હતો. ઓક્ટોબર સિરિઝ ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટની અવધિ હવે પૂર્ણ થવા જઇ રહી છે. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી ફાયનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સમાં ૧.૪ ટકાનો ઉછાળો રહ્યો હતો. બજાજ ફાયનાન્સ અને આઇઆઇએફએલના શેરમાં તેજી જામી હતી.
ચાવીરૂપ શેરની વાત કરવામાં આવે તો ભારતી એરટેલના શેરમાં ૧૦ ટકાનો ઉછાળો રહ્યો હતો. બજાજ ઓટોના શેરમાં ૪.૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. કંપનીઓ દ્વારા પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા છે. આજે કારોબાર દરમિયાન બીપીસીએલ, એચપીસીએલ અને આઈઓસીના શેરમાં ચાર ટકાથી લઇને ૬.૬ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થયા બાદ તેની સીધી અસર જાવા મળી હતી. દિવસ દરમિયાન તીવ્ર ઘટનાક્રમનો દોર જારી રહ્યો હતો. જા કે, અંતે શેરબજારમાં રિકવરી રહેતા નવી આશા જાગી હતી અને મંદી પર બ્રેક મુકાઈ હતી. ફાઈનાન્સિયલ કંપનીઓમાં લિક્વિડીટીની કટોકટીથી રોકાણકારો હચમચી ઉઠ્યા છે. આ મુદ્દાને હાથ ધરવા માટે સરકાર અને આરબીઆઈ તરફથી જુદા જુદા પગલા લેવામાં આવ્યા હોવા છતાં નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓમાં કટોકટીને લઇને ચિંતા દૂર થઇ રહી નથી.
આઈએલએન્ડએફએસની કટોકટી બાદ હવે એનબીએફસીમાં નવી કટોકટી ઉભી થઇ છે જેથી વેચવાલીનું વાતાવરણ રહ્યું છે. આરબીઆઈ દ્વારા લિક્વિડીટી ઠાલવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે પરંતુ મૂડીરોકાણકારોનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવાની બાબત સરળ દેખાઈ રહી નથી. ઓક્ટોબર સિરિઝના ફ્યુચર એન્ડ ઓપ્શનની ગુરુવારના દિવસે પૂર્ણાહૂતિ થશે.ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતો ભારત માટે પડકારરુપ બની ગઈ છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર, સાઉદી અરેબિયામાં નવેસરના ઘટનાક્રમની અસર પણ જાવા મળી રહી છે. મંગળવારે કારોબારના અંતે બીએસઇ સેંસેક્સ ૨૮૭ પોઇન્ટ ઘટીને ૩૩૮૪૭ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૯૮ પોઇન્ટ ઘટીને ૧૦૧૪૭ની સપાટી પર રહ્યો હતો.