મુંબઇ: શેરબજારમાં આજે તીવ્ર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ઇન્ફોસીસ અને યશ બેંક જેવી બ્લુચીપ કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડાના પરિણામ સ્વરુપે ભારે અફડાતફડીની સ્થિતિ રહી હતી. સેંસેક્સ કારોબરના અંતે ૪૬૪ પોઇન્ટ ઘટીને ૩૪૩૧૬ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૧૫૦ પોઇન્ટ ઘટીને ૧૦૩૦૩ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં એકંદરે ઉથલપાથલની સ્થિતિ માટે વૈશ્વિક પરિબળોની સાથે સાથે ક્રૂડ ઓઇલની કિંમતો અને ડોલર સામે રૂપિયાના અવમુલ્યનને પણ કારણરુપ ગણવામાં આવે છે. વ્યÂક્તગત શેરોની વાત કરવામાં આવે તો આરઆઈએલના શેરમાં ઇન્ટ્રા ડેના કારોબાર વેળા સાત ટકાથી વધુનો ઘટાડો નોંધાઈ ગયો હતો.
સપ્ટેમ્બર ૨૦૧૮માં પુરા થયેલા ત્રિમાસિક ગાળા માટે રિલાયન્સના પરિણામો મિશ્ર રહેતા તેની અસર જાવા મળી હતી. રિટેલ અને ડિજિટલ સર્વિસ (ટેલિકોમ જીઓ)ના પરિણામ મજબૂત રહ્યા હતા પરંતુ તેના કોર સેક્ટર ગણાતા રિફાઈનિંગ બિઝનેસમાં તીવ્ર મંદી રહેતા આની માઠી અસર જાવા મળી હતી અને શેરમાં ચાર ટકાનો ઘટાડો નોંધાયો હતો. યશ બેંકના શેરમાં પણ ઇન્ટ્રા ડે દરમિયાન ચાર ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એમડી અને સીઈઓ રાણા કપૂરની અવધિને લંબાવવા માટે આરબીઆઈને કરવામાં આવેલી વિનંતીને ફગાવી દેવામાં આવ્યા બાદ યશ બેંકના શેરમાં મોટો કડાકો બોલી ગયો હતો. બેંકના શેરમાં છ ટકાનો ઘટાડો અંતે જાવા મળ્યો હતો. નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓના શેરમાં સૌથી વધુ ઘટાડો જાવા મળ્યો હતો જેમાં હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ અને પસંદગીની ખાનગી બેંકોનો સમાવેશ થાય છે.
શેરબજારમાં ગઇકાલે ગુરૂવારના દિવસે દશેરાની રજા હતી. કમાણીની સિઝનની શરૂઆત થઇ ચુકી છે. શેરબજારમાં કારોબાર કરતી વેળા પસંદગીને ધ્યાનમાં લેવા અર્થશા†ીઓની ગણતરી છે. વિદેશી મૂડી રોકાણકારોએ માત્ર બે સપ્તાહના ગાળામાં જ ઓક્ટોબર મહિનામાં ૨૬૫૮૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે.સોમવારના દિવસે હોલસેલ પ્રાઇઝ ઉપર આધારિત ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર મહિનામાં હોલસેલ પ્રાઇઝ ઉપર આધારિત ફુગાવો વધીને બે મહિનાની ઉંચી સપાટી ઉપર પહોંચી ગયો હતો. ડબલ્યુપીઆઈ ફુગાવો વધીને ૫.૧૩ ટકા સુધી પહોંચી ગયો છે. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો ઓગસ્ટ મહિનામાં ૪.૫૩ ટકા અને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ૩.૧૪ ટકા હતો. ઓગસ્ટ મહિનામાં આ ફુગાવો ૪.૦૪ ટકા હતો. શાકભાજીમાં પણ સપ્ટેમ્બર મહિનામાં ફુગાવો ઘટ્યો છે. તે ૩.૮૩ ટકા થયો છે જે ઓગસ્ટ મહિનામાં ૨૦.૧૮ ટકા હતો. એટલે કે શાકભાજીની કિંમતમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો છે.ઓક્ટોબર-માર્ચના ગાળા દરમિયાન આરબીઆઈએ સીપીઆઈ આધારિત ફુગાવાનો આંકડો ૩.૯ અને ૪.૫ ટકા વચ્ચે રાખ્યો હતો. ગયા સપ્તાહમાં રિટેલ ફુગાવાના આંકડા જારી કરાયા બાદ ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવાના આંકડા જારી કરાયા હતા જેમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે અને મોંઘવારીમાં વધારો થવાની સ્થિતિ વચ્ચે ડબલ્યુપીઆઈ ફુગાવો સપ્ટેમ્બર મહિનામાં ૫.૧૩ ટકા થયો છે જે ઓગસ્ટ મહિનામાં ૫.૫૩ ટકા હતો.
શેરબજારમાં મંગળવારના દિવસે સ્થિતિ સારી રહી હતી. શેરબજારમાં બુધવારે ઓટો અને ફાઈનાન્સિયલ શેરોમાં જારદાર વેચવાલીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૩૮૩ પોઇન્ટ અથવા તો એક ટકા ઘટીને ૩૪૭૮૦ની સપાટીએ રહ્યો હતો.