બજારમાં મંદી : સેંસેક્સમાં ૩૭૦ પોઇન્ટ સુધી ઘટાડો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: શેરબજારમાં આજે પ્રવાહી સ્થિતીનો દોર જારી રહ્યો હતો.શેરબજાર આજે કારોબારની શરૂઆત થયા બાદ ધરાશાયી થઇ જતા કારોબારી ચિંતાતુર દેખાયા હતા.  આજે કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૩૭૦ પોઇન્ટ ઘટીને ૩૭૭૨૧ની નીચી સપાટી પર પહોંચી ગયો હતો. આવી જ રીતે નિફ્ટી ૯૮ પોઇન્ટ ઘટીને ૧૧૪૧૬ની નીચી સપાટી પર પહોંચી ગયો હતો. પ્રવાહી સ્થિતીના કારણે કારોબારી દિશાહીન થયેલા છે.

શરૂઆતી કારોબારમાં જ અનેક કંપનીઓના શેરમાં મોટો કડાકો બોલી ગયો હતો.  મુડીરોકાણ કરવાના મુડમાં દેખાઇ રહ્યા નથી.શેરબજારમાં હાલમાં જુદા જુદા પરિબળોની અસર જાવા મળી રહી છે. આ વર્ષે હજુ સુધી ડોલર સામે રૂપિયામાં ૧૧.૧ ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહમાં ડોલર સામે રૂપિયો ૭૨.૯૨ સુધી પહોંચ્યો હતો જેથી બજાર અને સરકાર બંને ચિંતાતુર દેખાઈ રહ્યા છે. દેશમાં ફોરેન રિઝર્વનો આંકડો ૪૦૦ અબજ ડોલરથી નીચે પહોંચી ગયો છે. ટ્રેડ ડેફિસિટનો આંકડો પાંચ વર્ષની ઉંચી સપાટી એટલે કે જુલાઈ મહિનામાં ૧૮ અબજ ડોલર સુધી પહોંચ્યો છે. જા કે, ઓગસ્ટ મહિનામાં આ  આંકડો ઘટીને ૧૭.૪ અબજ ડોલર થયો છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને લઇને પણ ચિંતા પ્રવર્તી રહી છે.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એવા સંકેત આપી ચુક્યા છે કે, ચીની આયાત ઉપર વધુ નિયંત્ર લાગૂ કરશે. ૨૦૦ અબજ ડોલરથી વધુની કિંમતની ચીની આયાત ઉપર નવા નિયંત્રણો ટ્રમ્પ વહીવટીતંત્ર લાગૂ કરનાર છે. બેંક ઓફ જાપાનની બેઠક બુધવારના દિવસે મળશે.  શુક્રવારના દિવસે સેંસેક્સ ૩૭૩ પોઇન્ટ સુધરીને ૩૮૦૯૦ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૪૫ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો હતો તેની સપાટી ૧૧૫૫૦ નોંધાઈ હતી. સાપ્તાહિક આધાર પર શેરબજારમાં ભારે ઉથલપાથલ રહી હતી. બેંચમાર્કમાં સાપ્તાહિક આધાર પર સતત બીજા સપ્તાહમાં ઘટાડો થયો હતો.

Share This Article