શેરબજારમાં આજે સવારે રિક્વરી જાવા મળી હતી. કારોબારની શરૂઆત થયા બાદ સેંસેક્સમાં છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ૧૫૭ પોઇન્ટની રિક્વરી હતી. જ્યારે નિફ્ટી ૫૧ પોઇન્ટ સુધરીને ૧૦૬૩૬ની ઉંચી સપાટી પર હતો. શેરબજારમાં હાલમાં ઉતારચઢાવની સ્થિતી જાવા મળી રહી છે. અવિરત રિક્વરી રહેતા કારોબારી આશાવાદી બન્યા છે.કમાણીની સિઝનની શરૂઆત થઇ ચુકી છે. ઇÂક્વટી, કોમોડિટી અને ફોરેક્સના માર્કેટમાં દશેરાના દિવસે રજા રહેશે. શેરબજારમાં કારોબાર કરતી વેળા પસંદગીને ધ્યાનમાં લેવા અર્થશા†ીઓની ગણતરી છે.
વિદેશી મૂડી રોકાણકારોએ માત્ર બે સપ્તાહના ગાળામાં જ ઓક્ટોબર મહિનામાં ૨૬૫૮૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. સોમવારના દિવસે હોલસેલ પ્રાઇઝ ઉપર આધારિત ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર મહિનામાં હોલસેલ પ્રાઇઝ ઉપર આધારિત ફુગાવો વધીને બે મહિનાની ઉંચી સપાટી ઉપર પહોંચી ગયો હતો. ડબલ્યુપીઆઈ ફુગાવો વધીને ૫.૧૩ ટકા સુધી પહોંચી ગયો છે. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો ઓગસ્ટ મહિનામાં ૪.૫૩ ટકા અને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ૩.૧૪ ટકા હતો. ઓગસ્ટ મહિનામાં આ ફુગાવો ૪.૦૪ ટકા હતો. શાકભાજીમાં પણ સપ્ટેમ્બર મહિનામાં ફુગાવો ઘટ્યો છે. તે ૩.૮૩ ટકા થયો છે જે ઓગસ્ટ મહિનામાં ૨૦.૧૮ ટકા હતો. એટલે કે શાકભાજીની કિંમતમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો છે.ઓક્ટોબર-માર્ચના ગાળા દરમિયાન આરબીઆઈએ સીપીઆઈ આધારિત ફુગાવાનો આંકડો ૩.૯ અને ૪.૫ ટકા વચ્ચે રાખ્યો હતો.
ગયા સપ્તાહમાં રિટેલ ફુગાવાના આંકડા જારી કરાયા બાદ ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવાના આંકડા જારી કરાયા હતા જેમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે અને મોંઘવારીમાં વધારો થવાની સ્થિતિ વચ્ચે ડબલ્યુપીઆઈ ફુગાવો સપ્ટેમ્બર મહિનામાં ૫.૧૩ ટકા થયો છે જે ઓગસ્ટ મહિનામાં ૫.૫૩ ટકા હતો. શેરબજારમાં મંગળવારના દિવસે સ્થિતિ સારી રહી હતી. બીએસઈ સેંસેક્સ ૨૯૭ પોઇન્ટ અથવા તો ૦.૮૫ ટકા રિકવર થઇને ૩૫૧૬૨ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૭૨ પોઇન્ટ ઉછળીને ૧૦૫૮૫ની ઉંચી સપાટીએ રહ્યો હતો.