શેરબજારમાં કાલે કારોબારના બીજા દિવસે સ્થિતિ સારી રહી હતી. સતત ત્રીજા દિવસે રિકવરીનો દોર જારી રહ્યો હતો. બીએસઈ સેંસેક્સ ૨૯૭ પોઇન્ટ અથવા તો ૦.૮૫ ટકા રિકવર થઇને ૩૫૧૬૨ની સપાટીએ રહ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં ચાર ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. એચડીએફસી બેંકના શેરમાં ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૭૨ પોઇન્ટ ઉછળીને ૧૦૫૮૫ની ઉંચી સપાટીએ રહ્યો હતો. કમાણીની સિઝનની શરૂઆત થઇ ચુકી છે. આઈટીની મહાકાય કંપની ઇન્ફોસીસના શેરમાં ૦.૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. ઇÂક્વટી, કોમોડિટી અને ફોરેક્સના માર્કેટમાં દશેરાના દિવસે રજા રહેશે. કમાણીની
સિઝન પણ શરૂ થઇ રહી છે જેના ભાગરુપે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ઇન્ડસ બેંક, હિરોમોટો, ઇન્ફોસીસ, ઇÂન્ડયા બુલ્સ, હાઉસિંગ ફાઈનાન્સ, એસીસી, અલ્ટ્રા ટ્રેક સિમેન્ટ તેમના બીજા ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા જારી કરનાર છે. કેટલાક હેવીવેઇટ આંકડા બજારમાં નવા પ્રાણ ફૂંકી શકે છે. આ ઉપરાંત તેલ અને અન્ય ચાર પરિબળોની અસર પણ બજાર ઉપર જાવા મળશે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ઉથલપાથલની સ્થિતિ વચ્ચે સેંસેક્સમાં મોટો કડાકો બોલી ગયો હતો.
હાલની સ્થિતીમાં એકંદરે મોટાભાગના નિષ્ણાતો નિચલી સપાટી ઉપર પસંદગીના શેરની ખરીદી કરવા માટે સલાહ આપે છે. સાથે સાથે રોટેટ સેક્ટરમાં અસરકારકરીતે સાવચેતી રાખવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. શેરબજારમાં કારોબાર કરતી વેળા પસંદગીને ધ્યાનમાં લેવા અર્થશા†ીઓની ગણતરી છે. વિદેશી મૂડી રોકાણકારોએ માત્ર બે સપ્તાહના ગાળામાં જ ઓક્ટોબર મહિનામાં ૨૬૫૮૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. ગઇકાલે સોમવારના દિવસે હોલસેલ પ્રાઇઝ ઉપર આધારિત ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા હતા.
સપ્ટેમ્બર મહિનામાં હોલસેલ પ્રાઇઝ ઉપર આધારિત ફુગાવો વધીને બે મહિનાની ઉંચી સપાટી ઉપર પહોંચી ગયો હતો. ડબલ્યુપીઆઈ ફુગાવો વધીને ૫.૧૩ ટકા સુધી પહોંચી ગયો છે. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો ઓગસ્ટ મહિનામાં ૪.૫૩ ટકા અને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ૩.૧૪ ટકા હતો. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ ખાદ્યાન્ન ચીજવસ્તુઓમાં સપ્ટેમ્બર મહિનાના ગાળામાં વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનામાં ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં ૦.૨૧ ટકાનો ઘટાડો થયો છે જેથી આ ફુગાવો ઘટ્યો છે. ઓગસ્ટ મહિનામાં આ ફુગાવો ૪.૦૪ ટકા હતો. શાકભાજીમાં પણ સપ્ટેમ્બર મહિનામાં ફુગાવો ઘટ્યો છે. તે ૩.૮૩ ટકા થયો છે જે ઓગસ્ટ મહિનામાં ૨૦.૧૮ ટકા હતો. એટલે કે શાકભાજીની કિંમતમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો છે.ઓક્ટોબર-માર્ચના ગાળા દરમિયાન આરબીઆઈએ સીપીઆઈ આધારિત ફુગાવાનો આંકડો ૩.૯ અને ૪.૫ ટકા વચ્ચે રાખ્યો હતો.
ગયા સપ્તાહમાં રિટેલ ફુગાવાના આંકડા જારી કરાયા બાદ આજે ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવાના આંકડા જારી કરાયા હતા જેમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે અને મોંઘવારીમાં વધારો થવાની સ્થિતિ વચ્ચે ડબલ્યુપીઆઈ ફુગાવો સપ્ટેમ્બર મહિનામાં ૫.૧૩ ટકા થયો છે જે ઓગસ્ટ મહિનામાં ૫.૫૩ ટકા હતો. શેરબજારમાં ગઇકાલે સોમવારના દિવસે કારોબારના પ્રથમ દિવસે લેવાલી જામી હતી. પ્રથમ દિવસે તેજી રહેતા કારોબારીઓ સંતુષ્ટ દેખાયા હતા. ફાર્મા અને આઈટી કાઉન્ટરો ઉપર લેવાલી જામી હતી. બીએસઈ સેંસેક્સ સોમવારના દિવસે ૧૩૨ પોઇન્ટ રિકવર થઇને ૩૪૮૬૫ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૪૦ પોઇન્ટ રિકવર થઇને ૧૦૫૧૨ની સપાટીએ રહ્યો હતો.