મુંબઇ : શેરબજારમાં આજે કારોબારના પ્રથમ દિવસે લેવાલી જામી હતી. પ્રથમ દિવસે તેજી રહેતા કારોબારીઓ સંતુષ્ટ દેખાયા હતા. ફાર્મા અને આઈટી કાઉન્ટરો ઉપર લેવાલી જામી હતી. બીએસઈ સેંસેક્સ આજે ૧૩૨ પોઇન્ટ રિકવર થઇને ૩૪૮૬૫ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૪૦ પોઇન્ટ રિકવર થઇને ૧૦૫૧૨ની સપાટીએ રહ્યો હતો. સતત બીજા દિવસે શેરબજારમાં રિકવરી જાવા મળી હતી. જા કે, ક્રૂડની કિંમતમાં સતત વધારો જારી રહેતા તેજી વધુ જાવા મળી ન હતી. એશિયન શેરબજારમાં મંદી રહી હતી. કારણ કે, અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી વેપાર વિવાદની સ્થિતિ રહેલી છે. જેને લીધે ચીની અર્થતંત્ર ઉપર અસર થઇ છે. ડબલ્યુપીઆઈ ફુગાવો પણ આજે બે મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. વ્યÂક્તગત શેરોની વાત કરવામાં આવે તો એચયુએલના શેરમાં ચાર ટકાનો ઘટાડો થયો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો ફાર્મા કંપનીઓના શેરમાં તેજી રહી હતી. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં બે ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. ડો. રેડ્ડી લેબ, લ્યુપિન, બાયોકોનના શેરમાં ૩થી ૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આવી જ રીતે સનફાર્મા, સિપ્લા, કેડિલા હેલ્થકેરના શેરમાં ૧થી બે ટકાનો ઉછાળો રહ્યો હતો. ઇન્ફોસીસના શેરમાં ચાર ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો.
સેંસેક્સ છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૩૫૬ પોઇન્ટ સુધરીને ૩૪૭૩૩ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૫૬ પોઇન્ટના સુધારા ૧૦૪૭૨ની સપાટીએ રહ્યો હતો. ઇક્વિટી, કોમોડિટી અને ફોરેક્સના માર્કેટમાં દશેરાના દિવસે રજા રહેશે. કમાણીની સિઝન પણ શરૂ થઇ રહી છે જેના ભાગરુપે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ઇન્ડસ બેંક, હિરોમોટો, ઇન્ફોસીસ, ઇન્ડિયા બુલ્સ, હાઉસિંગ ફાઈનાન્સ, એસીસી, અલ્ટ્રા ટ્રેક સિમેન્ટ તેમના બીજા ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા જારી કરનાર છે. કેટલાક હેવીવેઇટ આંકડા બજારમાં નવા પ્રાણ ફૂંકી શકે છે.
આ ઉપરાંત તેલ અને અન્ય ચાર પરિબળોની અસર પણ બજાર ઉપર જાવા મળશે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ઉથલપાથલની સ્થિતિ વચ્ચે સેંસેક્સમાં મોટો કડાકો બોલી ગયો હતો. તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં છેલ્લા સપ્તાહના ગાળા દરિમયાન છેલ્લા દિવસે સ્થિતિ સારી હતી. એકંદરે મોટાભાગના નિષ્ણાતો નિચલી સપાટી ઉપર પસંદગીના શેરની ખરીદી કરવા માટે સલાહ આપે છે. સાથે સાથે રોટેટ સેક્ટરમાં અસરકારકરીતે સાવચેતી રાખવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. શેરબજારમાં કારોબાર કરતી વેળા પસંદગીને ધ્યાનમાં લેવા અર્થશા†ીઓની ગણતરી છે. નિફ્ટીમાં હાલના તબક્કે કોઇપણ ઘટાડો માર્કેટમાં વધુ મંદી ઉમેરી શકે છે. શુક્રવારના દિવસે પીએનબી, આઈટીસી, જિંદાલ સ્ટીલ, એસીસી, ભારતી એરટેલ, તાતા સ્ટીલ, ડાબરમાં શોર્ટ કવરિંગની સ્થિતિ જાવા મળી હતી. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા વેચવાલી જારી રાખવામાં આવતા તેની અસર પણ બજાર ઉપર જોવા મળી શકે છે. વિદેશી મૂડી રોકાણકારોએ માત્ર બે સપ્તાહના ગાળામાં જ ઓક્ટોબર મહિનામાં ૨૬૫૮૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે.