મુંબઇ: શેરબજારમાં આજે જોરદાર કડાકો બોલી ગયો હતો. ભારતીય શેરબજાર આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થતાં અફડાતફડી મચી ગઈ હતી. બીએસઈના ૩૦ કંપનીઓના શેર પર આધારિત સેંસેક્સ ૪૬૩ પોઇન્ટ ઘટીને આશરે ૩૭૦૧૮ની નીચી સપાટીએ રહ્યો હતો. એક વખતે તેમાં ૭૫૦ પોઇન્ટથી પણ વધુનો કડાકો ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન બોલાઈ ગયો હતો. જો કે, મોડેથી તેમાં રિકવરીની સ્થિતિ રહી હતી. બપોરમાં એક વખતે ઇન્ડેક્સ ૭૫૦ પોઇન્ટ ઘટીને નીચી સપાટીએ ઘટી ગયો હતો. શેરબજારમાં કોહરામની સાથે સાથે નીચે મુજબ છે.
- શેરબજારમાં ગુરુવારના દિવસે ભારે અફડાતફડી વચ્ચે સેંસેક્સ ઇન્ટ્રા ડેમાં ૭૮૦ પોઇન્ટથી વધુ ઘટ્યા બાદ અંતે ૪૬૩ પોઇન્ટ ઘટીને બંધ રહ્યો
- નેશનલ સ્ટોક એક્સચેંજમાં ૫૦ કંપનીઓ પૈકી ૧૧ કંપનીઓના શેરમાં તેજી અને ૩૮ કંપનીઓના શેરમાં મંદી જોવા મળી
- બીએસઈમાં ૩૦ કંપનીઓ પૈકી ૨૩માં મંદી અને સાત શેરમાં તેજી રહી
- વેદાંતા લિમિટેડના શેરમાં ૫.૫ અને તાતા મોટર્સમાં ૪.૫૦ ટકાનો ઘટાડો રહ્યો
- એનએસઈમાં પણ વેદાંતાના શેરમાં ૫.૬૧ ટકાનો ઘટાડો રહ્યો
- અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરાતા તેની સીધી અસર ભારતમાં પણ જોવા મળી
- મૂડીરોકાણકારોએ ભારતમાં એક દિવસમાં ૧.૬ લાખ કરોડ ગુમાવી દીધા
- મૂડીરોકાણકારોએ ૫મી જુલાઈ બાદથી ૧૩.૭૦ લાખ કરોડ ગુમાવ્યા
- એમએન્ડએમ સહિત ૫૪૧ શેરમાં બાવન સપ્તાહની નીચી સપાટી જોવા મળી
- કોફી ડે એન્ટરપ્રાઇઝ અને ઇન્ડિયા બુલ્સ સહિત ૨૬૫ શેરમાં લોઅર સર્કિટ વાગી
- એરટેલના પરિણામ પહેલા તેના શેરમાં ચાર ટકાથી વધુનો ઘટાડો રહ્યો
- આરઆઈએલના શેરમાં સાત દિવસથી જારી મંદી પર અંતે બ્રેક મુકાઈ
- શેરબજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થતાં કારોબારીઓ નિરાશ રહ્યા
- મારુતિના શેરમાં પણ અફડાતફડી જોવા મળી