સેંસેક્સ ૫૬૦ પોઇન્ટ ઘટીને અંતે બંધ : અફડાતફડીથી નિરાશા રહી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મુંબઈ : શેરબજારમાં આજે પણ તીવ્ર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. ગુરુવારના દિવસે ૩૧૮ પોઇન્ટનો ઘટાડો થયા બાદ આજે વધુ ૫૬૦ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. આની સાથે જ છેલ્લા બે દિવસના ગાળામાં ૮૭૮ પોઇન્ટ સુધીનો મોટો ઘટાડો થઇ ચુક્યો છે. આજે શેરબજારમાં બ્લેક ફ્રાઇડેની સ્થિતિ જોવા મળી હતી. વર્ષ ૨૦૧૯માં હજુ સુધીનો ત્રીજા સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બેંચમાર્ક ઇન્ડેક્સ સેંસેક્સ અને નિફ્ટી બંને બે મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા. સુપરરિચ ટેક્સને લઇને ચિંતા પ્રવર્તી રહી છે. ટ્રેડવોરને લઇને ચિંતા અને કોર્પોરેટ કમાણીના નબળા આંકડાની અસર પણ જોવા મળી રહી છે.

સેંસેક્સ ૫૬૦ પોઇન્ટ ઘટી ૩૮૩૩૭ની નીચી સપાટીએ રહ્યો હતો. ન્ડિેક્સમાં લિસ્ટેડ ૩૦ શેર પૈકી ૨૬ શેરમાં મંદી રહી હતી. યશ બેંક, બજાજ ફાઈનાન્સ, એમ એન્ડ એમ તથા ઇન્ડસ બેંકના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો જ્યારે કારોબાર દરમિયાન એનટીપીસી, ટીસીએસ, પાવરગ્રીડ અને ઓએનજીસીના શેરમાં તેજી જોવા મળી હતી. નિફ્ટી ૫૦માં પણ ૧૭૮ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૪૧૯ રહી હતી. આ ઇન્ડેક્સમાં લિસ્ટેડ ૫૦ શેર પૈકીના માત્ર સાત શેરમાં તેજી રહી હતી જ્યારે ૪૩ શેરમાં મંદીની સ્થિતિ રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઇ મિડકેપમાં ૨૮૫ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૦૭૮ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૪૮ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૩૧૦ રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં બે મહિનાની નીચી સપાટી જોવા મળી હતી. તેની સપાટી ૩.૩૧ ટકા ઘટીને બંધ રહી હતી.

નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ અને નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૨.૪૫ ટકા અને ૨.૨૩ ટકાનો ક્રમશઃ ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૩ વર્ષની નીચી સપાટી જોવા મળી હતી. એશિયન શેરબજારમાં પણ માહોલ મિશ્ર રહ્યો હતો. જાપાનના નિક્કીમાં બે ટકાનો ઉછાળો અને દક્ષિણ કોરિયાના કોસ્પીમાં ૧.૩૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો જુન મહિનામાં ઘટીને ૨૩ મહિનાની નીચે સપાટીએ પહોંચી જતા રાહતના સમાચાર મળ્યા છે. ફુગાઓ ઘટીને ૨.૦૨ ટકા થઈ ગયો છે. ડબલ્યુપીઆઈ આધારિત ફુગાઓ મે મહિનામાં ૨.૪૫ ટકા હતો. જે હવે જુન મહિનામાં ઘટીને ૨.૦૨ ટકા થઈ ગયો છે. જુન ૨૦૧૮માં આ આંકડો ૫.૬૮ ટકા હતો. આવી જ રીતે જુન મહિના માટેના રિટેલ ફુગાવાના આંકડા ગયા શુક્રવારના દિવસે જારી કરાયા હતા. સતત છઠ્ઠા મહિનામાં તેજીના વલણ સાથે જૂન મહિનામાં રિટેલ ફુગાવાનો આંકડો વધીને ૩.૧૮ ટકા થઇ ગયો છે.

એફપીઆઈ દ્વારા જુલાઈ મહિનામાં હજુ સુધી ૩૫૫૧ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા છે. ઇક્વિટીમાંથી એફપીઆઈ દ્વારા ૪૯૫૩.૭૭ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા પરંતુ ડેબ્ટ માર્કેટમાં ૮૫૦૪ કરોડ ઠાલવી દેવામાં આવ્યા છે. આની સાથે જ ૩૫૫૧.૦૧ કરોડ રૂપિયાનું રોકાણ રહ્યું છે. જુલાઈ મહિનામાં હજુ સુધી વિદેશી મૂડીરોકાણકારો દ્વારા વેચવાલીનું વલણ અપનાવ્યું છે. એફપીઆઈ દ્વારા ૪૯૫૪ કરોડ રૂપિયાની કિંમતના ઇક્વિટીનું વેચાણ કર્યું છે. શેરબજારમાં આજે જોરદાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૩૧૮ પોઇન્ટ ઘટીને નીચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટીમાં ૯૧ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૫૯૭ની સપાટી રહી હતી.

Share This Article