શેરબજારમાં મંદી : સેંસેક્સમાં ૧૨૦ પોઇન્ટ સુધી ઘટાડો થયો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : શેરબજારમાં આજે શરૂઆતી કારોબારમાં મંદી જોવા મળી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૧૨૦ પોઇન્ટ ઘટીને ૩૪૬૧૩ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૫૨ પોઇન્ટ ઘટીને ૧૦૪૨૦ની સપાટી પર રહ્યો હતો. વિદેશી મુડીરોકાણકારો હાલમાં વેચવાલીના મુડમાં દેખાઇ રહ્યા છે. સેંસેક્સ છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૩૫૬ પોઇન્ટ સુધરીને ૩૪૭૩૩ની સપાટીએ રહ્યો હતો.

જ્યારે નિફ્ટી ૧૫૬ પોઇન્ટના સુધારા ૧૦૪૭૨ની સપાટીએ રહ્યો હતો. નવા સત્રમાં બજારની દિશા નક્કી કરવામાં ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા, ડોલર સામે રૂપિયાની ચાલ, ઓઇલની કિંમતો અને અન્ય ચાર પરિબળોની સીધી અસર જાવા મળશે. ઇક્વિટી, કોમોડિટી અને ફોરેક્સના માર્કેટમાં દશેરાના દિવસે રજા રહેશે. કમાણીની સિઝન પણ શરૂ થઇ રહી છે જેના ભાગરુપે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ઇન્ડસ બેંક, હિરોમોટો, ઇન્ફોસીસ, ઇÂન્ડયા બુલ્સ, હાઉસિંગ ફાઈનાન્સ, એસીસી, અલ્ટ્રા ટ્રેક સિમેન્ટ તેમના બીજા ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા જારી કરનાર છે. કેટલાક હેવીવેઇટ આંકડા બજારમાં નવા પ્રાણ ફૂંકી શકે છે.

આ ઉપરાંત તેલ અને અન્ય ચાર પરિબળોની અસર પણ બજાર ઉપર જાવા મળશે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ઉથલપાથલની સ્થિતિ વચ્ચે સેંસેક્સમાં મોટો કડાકો બોલી ગયો હતો. તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં છેલ્લા સપ્તાહના ગાળા દરિમયાન છેલ્લા દિવસે સ્થિતિ સારી હતી. ડોલર સામે રૂપિયામાં નબળાઈની અસર સતત દેખાઈ રહી છે. એકંદરે મોટાભાગના નિષ્ણાતો નિચલી સપાટી ઉપર પસંદગીના શેરની ખરીદી કરવા માટે સલાહ આપે છે. સાથે સાથે રોટેટ સેક્ટરમાં અસરકારકરીતે સાવચેતી રાખવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે.

શેરબજારમાં કારોબાર કરતી વેળા પસંદગીને ધ્યાનમાં લેવા અર્થશાસ્ત્રીઓની ગણતરી છે. નિફ્ટીમાં હાલના તબક્કે કોઇપણ ઘટાડો માર્કેટમાં વધુ મંદી ઉમેરી શકે છે. શુક્રવારના દિવસે પીએનબી, આઈટીસી, જિંદાલ સ્ટીલ, એસીસી, ભારતી એરટેલ, તાતા સ્ટીલ, ડાબરમાં શોર્ટ કવરિંગની સ્થિતિ જાવા મળી હતી. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા વેચવાલી જારી રાખવામાં આવતા તેની અસર પણ બજાર ઉપર જાવા મળી શકે છે. વિદેશી મૂડી રોકાણકારોએ માત્ર બે સપ્તાહના ગાળામાં જ ઓક્ટોબર મહિનામાં ૨૬૫૮૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે.

Share This Article