મુંબઈ : શેરબજારમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી મંદી ઉપર આજે બ્રેક મુકાઈ હતી. કારોબારના અંતે સેંસેક્સ ફાઈનાÂન્સયલ અને આઈટી શેરમાં તેજીના પરિણામ સ્વરુપે તેજી રહી હતી. બેંચમાર્ક સેંસેક્સ ૮૬ પોઇન્ટ ઉછળીને ૩૯૦૪૬ની સપાટીએ રહ્યો હતો. વેદાંતા, કોલ ઇન્ડિયા, પાવર ગ્રીડ, આઈસીઆઈસીઆઈ બેંક, એચસીએલ ટેક સહિતના શેરમાં જોરદાર તેજી રહી હતી. બીએસઈના ૩૦ શેર પૈકી ૨૦ શેરમાં આજે તેજી રહી હતી. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સમાં ૧૯ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૧૬૯૧ જાવા મળી હતી. ૧૧ નિફ્ટી સેક્ટરલ ઇન્ડેક્સ પૈકી ચારમાં મંદી રહી હતી. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં સૌથી વધુ ૦.૫૮ ટકાનો ઉછાળો રહ્યો હતો જ્યારે નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૦.૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં મિડકેપ ઇન્ડેક્સમાં ૧૨ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૧૫૪૩ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૬૦ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૧૧૩ નોંધાઈ હતી. ડાબર ઇન્ડિયાના શેરમાં પાંચ ટકાનો ઘટાડો રહ્યો હતો. જેટ એરવેઝના શેરમાં ૪૧ ટકાનો ઘટાડો આજે બોલી ગયો હતો.
એસબીઆઈ દ્વારા એરલાઈનની સામે ઇનસોલવન્સી કાર્યવાહી શરૂ કરવા નેશનલ કંપની લો ટ્રીબ્યુનલમાં રજૂઆત કરી દીધા બાદ તેના શેરમાં આ મોટો કડાકો બોલી ગયો હતો. એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપનીના શેરમાં સાત ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૮૦૨ રહી હતી. અત્રે નોંધનીય છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા સપ્તામાં ગાળા દરમિયાન મૂડી માર્કેટમાં ૧૧૧૩૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. વિદેશી મુડીરોકાણકારો ભારતના બજારને લઈને આશાવાદી દેખાઈ રહ્યા છે. પોલિસી સુધારા ચાલુ રહેવાના લીધે આ ફાયદો થયો છે. સતત ચાર મહિનાથી વિદેશી રોકાણકારોએ લેવાલી જારી રાખી છે.
તેઓએ એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. મે મહિનામાં ૯૦૩૧.૧૫ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. માર્ચ મહિનામાં પણ ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ ઠાલવી દેવામાં આવ્યા હતા. ગઇકાલે બીએસઈ સેંસેક્સ ૪૯૧ પોઈન્ટ ઘટીને ૩૮૯૬૧ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં હાલમાં ભારે પ્રવાહી Âસ્થતિ જાવા મળી રહી છે. વૈશ્વિક અર્થતંત્રમાં મંદીના સંકેત વચ્ચે આ અફડાતફડી જાવા મળી રહી છે. સંસદના સત્ર ઉપર નજર કેન્દ્રિત થઇ ગઇ છે. કોર્પોરેટ જગતમાં હવે આગામી મહિનામાં રજૂ કરવામાં આવનાર સામાન્ય બજેટ ઉપર પણ નજર રહેશે. નવા નાણામંત્રી નિર્મલા સીતારામન પાંચમી જુલાઈના દિવસે સામાન્ય બજેટ રજૂ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સતત બીજી વખત બહુમતિ સાથે સત્તામાં આવ્યા બાદ આ પ્રથમ બજેટ રહેશે.