મુંબઇ : શેરબજારમાં આજે જોરદાર તેજી શરૂઆતી કારોબારમાં જોવા મળી હતી. કારોબારની શરૂઆત થયા બાદ તરત જ સેંસેક્સે ૪૦ હજારની સપાટીને કુદાવી દીધી હતી. જ્યારે નિફ્ટીએ ૧૧૯૮૭ની સપાટી હાંસલ કરી હતી. આજે છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૧૧૦ પોઇન્ટ ઉછળીને ૪૦૦૦૦ની સપાટી પર હતો. જ્યારે નિફ્ટી ૪૧ પોઇન્ટના ઉછાળાની સાથે ૧૧૯૮૭ની સપાટીપર હતો.શરૂઆતી કારોબારમાં બીએસઇની ૨૪ કંપનીઓના શેર તેજીમાં રહ્યા હતા.
બીએસઈ સેંસેક્સ ગઇકાલે ગુરૂવારના દિવસે કારોબારના અંતે ૩૩૦ પોઇન્ટ ઉછળીને ૩૯૮૩૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૮૫ પોઇન્ટના ઉછાળા સાથે ૧૧૯૪૬ની ઉંચી સપાટીએ રહ્યો હતો. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, આગામી મહિનામાં મળનાર મોનિટરી પોલિસી કમિટિમાં વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવી શકે છે. ચાવીરુપ વ્યાજદરો અંગે નિર્ણય લેનાર એનપીસી દ્વારા ત્રીજી જૂનથી બેઠક યોજવામાં આવનાર છે.
બજેટ ઉપરાંત શેરબજારમાં હવે મોનસુનની ચાલ, આરબીઆઈની પોલિસી સમીક્ષા, લિÂક્વડીટી વધારવાના વિકલ્પો, ક્રૂડ ઓઇલની કિંમતો અને કારોબારીઓને વધુ રાહત આપવા સહિતના પાસાઓ ઉપર નજર રહેશે. છેલ્લા એક સપ્તાહમાં સેંસેક્સ અને નિફ્ટીમાં ચાર ટકાનો વધારો થઇ ચુક્યો છે જે ૨૦૧૯માં હજુ સુધીનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો છે. નિફ્ટી ૧૨૫૦૦ની સપાટી સુધી પહોંચી શકે છે. મોટા ભાગના અર્થશા†ીઓ અને કોર્પોરેટ જગતના લોકો હવે આરબીઆઇની બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. બેઠકમાં જા વ્યાજદર ઘટશે તો લોન સસ્તી કરવામાં આવી શકે છે. જેતી લોકોને રાહત થશે.