લોકસભાની ચૂંટણી બાદ દેશમાં મોદી સરકાર સતત બીજી વખત પ્રચંડ બહુમતિ સાથે સત્તારૂઢ થઇ ગઇ છે. શેરબજારની દિશા હવે કેવી રહેશે તેને લઇને કારોબારી પંડિતો ગણતરી કરી રહ્યા છે. એÂક્ઝટ પોલના તારણ જારી કરવામાં આવ્યાના આગલા દિવસે સેંસેક્સમાં ૧૪૦૦ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. જે દિવસે ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા ત્યારે ફરી એકવાર જારદાર તેજી રહી હતી. સેંસેક્સે ૪૦૦૦૦ની સપાટીને કુદાવી લીધી હતી. જેની છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી. બીએસઇ સેંસેક્સમાં હજુ તેજી રહેવાની વાત તમામ લોકો કરી રહ્યા છે. ૫૦ શેરવાળા નિફ્ટીએ પણ ૧૨૦૦૦ની સપાટી કુદાવી લીધી હતી. કેટલાક શેર તો લાઇફટાઇમ હાઇ સપાટી પર પહોંચી ગયા હતા.
જાણકાર પંડિતો કહે છે કે બજાર રાજકીય સ્થિરતા પર વિશ્વાસ કરે છે. જેમ જ સ્પષ્ટતા થઇ ગઇ કે સ્થિર સરકાર બનવા જઇ રહી છે ત્યાં જોરદાર તેજી આવી ગઇ હતી. શેરબજાર મોટા ભાગે સેન્ટીમેન્ટ પર આધારિત હોય છે. તેના મુજબ જ તેમાં ઉતારચઢાવ આવે છે. બજાર કોઇ પણપ્રકારની અનિશ્ચિતાને સ્વીકાર કરવા અને સહન કરવા માટે તૈયાર નથી. આ જ કારણ છે કે જ્યારે છેલ્લી વખત નરેન્દ્ર મોદી જીતી ગયા હતા ત્યારે શેરબજારમાં જારદાર તેજી આવી ગઇ હતી. તેમના કાર્યકાળ દરમિયાન શેરબજારમાં સ્થિતી સારી રહી હતી. રોકાણકારોને ત્યાંથી સરેરાશ ૧૪ ટકા રિટર્ન મળતા રાહત થઇ હતી. હવે બજાર એ સ્થિતી પર છે જ્યાંથી તેના વધારે આગળ વધવાની બાબત કેટલીક ચીજા પર આધાર રાખે છે. સૌથી મોટી બાબત એ છે કે કોઇ પણ શેરની વાસ્તવિક કિંત તેની પ્રતિ શેર કમાણી પર આધાર રાખે છે. આ સમય કેટલાક શેર જે કેમ બેકિંગ સેક્ટરના શેર છે તેમની કિંમત ઇપીએસ કરતા વધારે છે. આનુ મુળ કારણ સેન્ટીમેન્ટ છે. આને લઇને માનવામાં આવી રહ્યુ છે કે તે આવનાર સમયમાં તેજીમાં રહેશે.
પરંતુ આ તેજી કેટલાક પરિબળો પર આધારિત રહેનાર છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ પરિબળ રહેશે દેશની આર્થિક નિતી. અર્થવ્યવસ્થાને મજબુતી સાથે આગળ વધારી દેવા માટે લાંબાગાળાની નિતી પણ ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. દીર્ધકાલીન નિતીના કારણે અર્થવ્યવસ્થાની સાથે સાથે શેરબજારમા તેજી પણ આધારિત રહે છે. ધ્યાન રાખવા માટેની બાબત એ પણ છે કે શેરબજારમાં સટ્ટોડિયાઓની પણ મોટી ભૂમિકા રહે છે. ઉતારચઢાવમાં પણ તેની ભૂમિકા રહે છે. જેથી રોકાણકારો અનેક વખત ચક્રવ્યુહમાં ફસાઇ જાય છે. આ બાબત સ્વાભાવિક પણ બની ગઇ છે. સટ્ટોડિયા કેટલીક વખત બજારમાં તેજી અને મંદીની સ્થિતી સર્જે છે. આ પ્રકારની સ્થિતીમાં તેઓ પણખુબ સક્રિય રહે છે. જા અચાનક કોઇ શેરમાં તેજી આવે અને તેના શેરમાં અસામાન્ય તેજી આવે તો તેમાં સટ્ટોડિયાની પણ ભૂમિકા હોય છે. પરંતુ આ સમય તેજી એટલા માટે છે કે મોદીની મજબુત સરકાર કેન્દ્રમાં આવી ગઇ છે. અસામાન્ય જીત અને પ્રચંડ બહુમતિના કારણે તેમને કોઇ પણ પ્રકારની નીતિ બનાવવામાં મદદરૂપ રહેનાર છે. એક બાબત તો નક્કી છે કે મોદી સરકાર આ વખતે મોટા પાયે બિઝનેસ લક્ષી નિતી બનાવનાર છે. આર્થિક સુધારા પણ મોટા પાયે હાથ ધરનાર છે. કારણ કે તેની પાસે પ્રચંડ બહુમતિ છે. આ વખતે અર્થતંત્રમાં કેટલીક સમસ્યા છે. જીડીપી વિકાસ દરમાં પણ ઘટાડો થયો છે.
મેન્યુફેકચરિંગ સેક્ટરમાં કેટલીક નબળાઇ આવી રહી છે. આયાત અને નિકાસમાં પણ અસંતુલનની સ્થિતી છે. એટલે કે આયાતનો આંકડો વધારે છે. એપ્રિલ મહિનામાં વેપાર ખાદ્યનો આંકડો ૩૫.૩૩ અબજ ડોલર સુધી રહ્યો હતો.મોદી સરકાર ફરી સત્તારૂઠ બની ગઇ છે ત્યારે હવે મજબુત આથિક નિતી પર સરકાર ઝડપથી આગળ વધી શકે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીને કેટલાક વિષય પર પીછેહટ કરવાની ફરજ પડી હતી. જેમાં રોજગારી અને બિઝનેસ કારોબારનો સમાવેશ થાય છે. આવી સ્થિતીમાં સરકારની વાપસીની સાથે જ રોજગારને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે તેવી શક્યતા છે. ખાલી જગ્યાઓને ભરવાની દિશામાં પણ જારદાર પ્રયાસ કરવામાં આવી શકે છે. મોદી પર દેશના તમામ વર્ગના લોકો જારદાર વિશ્વાસ ધરાવે છે. આવી સ્થિતીમાં તેમના પર દબાણ છે. સરકાર રોજગાર પર આગળ વધવા માટે સંપૂર્ણપણે તૈયાર દેખાઇ રહી છે.