મુંબઇ : શેરબજારમાં આજે શરૂઆતી કારોબારમાં તેજી રહી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૨૩૭ પોઇન્ટ ઉછળીને નવી ઉંચી સપાટી પર હતો. આની સાથે જ તેની સપાટી ૩૯૭૩૯ રહી હતી. આવી જ રીતે નીફ્ટી ૩૯ પોઇન્ટ ઉછળીને ૧૧૯૦૦ની સપાટી પર રહ્યો હતો. કારોબાર શરૂ થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે મિડકેપ અને સ્મોલ કેપમાં ક્રમશ સપાટી ૧૫૦૧૦ અને ૧૪૯૪૦ રહી હતી. ડોલરની સામે રૂપિયો ૬૯.૭૨ની સપાટી પર હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આગામી નાણાંકીય નીતિ સમીક્ષામાં ચાવીરુપ પોલિસી રેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરી શકે છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યુંછે કે, વૈશ્વિક મોરચા પર કારોબારમાં મંદી દેખાઈ રહી છે. ઔદ્યોગિક પ્રવૃત્તિમાં પણ મંદી દેખાઈ રહી છે. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, આગામી મહિનામાં મળનાર મોનિટરી પોલિસી કમિટિમાં વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવી શકે છે. ચાવીરુપ વ્યાજદરો અંગે નિર્ણય લેનાર એનપીસી દ્વારા ત્રીજી જૂનથી બેઠક યોજવામાં આવનાર છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કારોબારના સંદર્ભમાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. ડીએન્ડબીના કહેવા મુજબ એપ્રિલ ૨૦૧૯ દરમિયાન ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન અગાઉના મહિનાની સપાટીથી ઉપર પહોંચી શકે છે.
કારોબારના અંતે સેંસેક્સ ગઇકાલે ૨૪૮ પોઇન્ટ ઘટીને ૩૯૫૦૨ની નીચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ૧૧૮૬૧ની સપાટીએ રહ્યો હતો. બજેટ ઉપરાંત શેરબજારમાં હવે મોનસુનની ચાલ, આરબીઆઈની પોલિસી સમીક્ષા, લિÂક્વડીટી વધારવાના વિકલ્પો, ક્રૂડ ઓઇલની કિંમતો અને કારોબારીઓને વધુ રાહત આપવા સહિતના પાસાઓ ઉપર નજર રહેશે. છેલ્લા એક સપ્તાહમાં સેંસેક્સ અને નિફ્ટીમાં ચાર ટકાનો વધારો થઇ ચુક્યો છે જે ૨૦૧૯માં હજુ સુધીનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો છે. નિફ્ટી ૧૨૫૦૦ની સપાટી સુધી પહોંચી શકે છે.