શેરબજારમાં તેજી : સેંસેક્સમાં શરૂમાં ૯૫ પોઇન્ટનો ઉછાળો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મુંબઇ : શેરબજારમાં આજે સવારમાં તેજી રહી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૯૫ પોઇન્ટ ઉછળીને ૩૯૭૭૮ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૧ પોઇન્ટ ઉછળીને ૧૧૯૪૬ની ઉંચી સપાટી પર રહ્યો હતો. સવારના કારોબારમાં શ બેંક, વેદાન્તા, કોલ ઇન્ડિયા સહિતના અનેક સેરમાં જારદાર તેજી જામી હતી. જ્યારે એસબીઆઇ અને ભારતી એરટેલના શેરમાં સૌથી વધારે મંદી રહી હતી. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ક્રમશ ઉછાળો રહ્યોહતો.

ગઇકાલે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૨૪૯ પોઇન્ટ ઉછળીને ૩૯૬૮૩ની સપાટીએ રહ્યો હતો. કારોબારના અંતે બ્રોડર નિફ્ટી ૮૧ પોઇન્ટ ઉછળીને ૧૧૯૨૫ની ઉંચી સપાટીએ રહ્યો હતો. મબજેટ ઉપરાંત શેરબજારમાં હવે મોનસુનની ચાલ, આરબીઆઈની પોલિસી સમીક્ષા, લિક્વિડીટી વધારવાના વિકલ્પો, ક્રૂડ ઓઇલની કિંમતો અને કારોબારીઓને વધુ રાહત આપવા સહિતના પાસાઓ ઉપર નજર રહેશે. છેલ્લા એક સપ્તાહમાં સેંસેક્સ અને નિફ્ટીમાં ચાર ટકાનો વધારો થઇ ચુક્યો છે જે ૨૦૧૯માં હજુ સુધીનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો છે. એશિયન બજારની વચ્ચે પણ આ તમામમાં તેજી નવી આશા જગાવે છે.

જાણકાર લોકોનું કહેવું છે કે, નિફ્ટી ૧૨૫૦૦ની સપાટી સુધી પહોંચી શકે છે. આના માટે પણ મોદીના નેતૃત્વમાં ગઠબંધન સરકારની પ્રચંડ બહુમતિને જવાબદાર ગણવામાં આવે છે. યુટીઆઈ એસેટ મેનેજમેન્ટમાં ઇક્વિટી હેડનું કહેવું છે કે, એનડીએ સરકારની આ શાનદાર જીતથી તેજીનો માહોલ રહી શકે છે.

Share This Article