મુંબઇ : શેરબજારમાં જોરદાર તેજીનુ મોજુ ફરી વળ્યુ હતુ. દિવસ દરમિયાન જોરદાર તેજી રહ્યા બાદ સેંસેક્સ આજે ૧૪૨૨ પોઈન્ટ ઉછળીને રેકોર્ડ ૩૯૩૫૨ની ઉચી સપાટીએ રહ્યો હતો. એસબીઆઈ, યશ બેંક, લાર્સન અને ટુબ્રોના શેરમાં સૌથી વધારે ઉછાળો નોધાયો હતો. જ્યારે ઈન્ફોસીસ અને બજાજના શેરમાં સૌથી વધુ ઘટાડો નોધાયો હતો. આજે શેરબજારમાં કારોબાર દરમિયાન લેવાલી જામી હતી. શેરબજારમાં તેજીની સાથે સાથે નીચે મુજબ છે
- કારોબાર દરમિયાન શેરબજારમાં જોરદાર તેજી જામી હતી
- એક્ઝિટ પોલના મોટા ભાગના તારણમાં મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની બહુમતિ સાથે સત્તામાં વાપસીના સંકેત આપવામાં આવ્યા બાદ તેજીનો માહોલ
- સેંસેક્સમાં એક દિવસના ગાળામાં ૧૪૨૨ પોઈન્ટનો વિક્રમી ઉછાળો નોધાયો
- છેલ્લા દસ વર્ષના ગાળામાં પ્રથમ વખત આ પ્રકારની સિધ્ધી નોધાઈ
- મુંબઈ સ્ટોક એક્સચેંજના ૩૦ શેર ઈન્ડેક્સમાં દસ વર્ષની ઉચી સપાટી
- નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી ૪૨૧ પોઈન્ટ ઉછળીને ૧૧૮૨૮ની ઉચી સપાટીએ રહ્યો
- સેંસેક્સના જે શેરમાં આજે સૌથી વધારે ઉછાળો નોંધાયો હતો જેમાં એસબીઆઈમાં ૮.૦૪ ટકા, ટાટા મોટરમાં ૭.૫૩ ટકા, ટાટા મોટર્સ ડીવીઆરમાં ૬.૮૬ ટકા, યશ બેંકના શેરમાં ૬.૬૮ ટકાનો ઉછાળો નોંધાયો હતો
- અદાણી પોર્ટના શેરમાં ૧૦.૯૯ ટકા તેમજ ઈન્ડિયાબુલ્સ હાઉસિંગના શેરમાં ૧૦.૬૨ ટકા, એસબીઆઈના શેરમાં ૮.૩૨ ટકા સુધીનો ઉછાળો નોધાયો
- બીએસઈમાં આશરે ૪૦ કંપનીઓના શેર બાવન સપ્તાહની ઉચી સપાટીએ રહ્યો
- બીએસઈ સેંસેક્સમાં ૩.૭૫ ટકાનો મોટો ઉછાળો નોંધાયો
- કારોબાર દરમિયાન ૨૦૧૮ શેરમાં તેજી અને ૬૧૧ શેરમાં મંદી નોધાઈ
- જાન્યુઆરી ૨૦૦૯ બાદથી નિફ્ટીમાં પોઈન્ટની દ્રષ્ટિએ સૌથી મોટા ઉછાળો નોંધાયો
- ૧૯૯૯ બાદથી એક્ઝિટ પોલ પછી શેરબજારમાં સૌથી મોટો ઉછાળો નોંધાયો
- તમામ નિફ્ટી સેક્ટરલ ઈન્ડેક્સમાં તેજીનો માહોલ જામ્યો
- નિફ્ટી પીએસયુ ઈન્ડેક્સમાં ૭.૯ ટકાનો ઉછાળો નોંધાયો
- બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં ૪૯૩ પોઈન્ટનો નોંધપાત્ર ઉછાળો
- અંદાણી ગ્રુપ કંપનીના શેરમાં ૧૭ ટકાનો ઉછાળો રહ્યો