મુંબઇ : શેરબજારમાં આજે જોરદાર તેજીનુ મોજુ ફરી વળ્યુ હતુ. કારોબારની શરૂઆત થયા બાદ સેંસેક્સમાં ૯૦૦ પોઇન્ટનો ઉછાળો કલાકોના ગાળામાં જ નોંધાયો હતો. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૮૦૦ પોઇન્ટ અથવા તો ૨.૧૪ ટકા સુધી ઉછળીને ૩૮૭૪૦ની ઉંચી સપાટી પર હતો. હાલમાં નોંધાયેલી મંદી બાદ એકાએક શેરબજારમાં જોરદાર તેજી જામી રહી છે. બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં રેકોર્ડ ઉછાળો નોંધાયો હતો. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની સત્તામાં વાપસી થઇ રહી છે તેવા એÂગ્ઝટ પોલના તારણ બાદ મુડીરોકાણકારો ખુશીથી આજે સવારમાં ઝુમી ઉઠયા હતા. તેજીનો માહોલ રહ્યો હતો.
લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે મતદાન થયા બાદ એક્ઝિટ પોલના તારણે જારી કરવામાં આવ્યા હતા. જેમાં મોદી ના જાદુ હેઠળ ફરી એકવાર કેન્દ્રમાં મોદી સરકાર બની રહી છે. સવારે છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સમાં ૮૦૦ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. સવારમાં તો કારોબાર શરૂ થયા બાદ ૯૦૦ પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. મારૂતિ, એસબીઆઇ, લાર્સન એન્ડ ટુબ્રો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિતના શેરમાં સૌથી વધારે ઉછાળો આવ્યો હતો. નિફ્ટી આઇટી અને નિફ્ટી મિડિયા સિવાય મોટા ભાગના સેક્ટરલ ઇન્ડેક્સમાં ઉછાળો આવ્યો હતો.
બ્રોડર નિફ્ટીમાં ૨૬૩ પોઇન્ટનો સુધારો રહ્યો હતો. જેથી તેની સપાટી ૧૧૬૭૧ સુધી પહોંચી ગઇ હતી. નિફ્ટીમાં ૨૬૩ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. ડોલરની સામે રૂપિયામાં પણ એક્ઝિટ પોલના તારણ બાદ મજબુતી રહી હતી. બ્રેન્ટ ક્રુડની કિંમત બેરલદીઠ ૭૩ ડોલરની આસપાસ રહી હતી. લોકસભાની ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કાના મતદાન બાદ ગઇકાલે સાંજે એક્ઝિટ પોલના તારણો જારી કરવામાં આવ્યા હતા. મોટાભાગના એક્ઝિટ પોલમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર બનવાના સંકેત આપવામાં આવ્યા હતા. ટાઈમ્સનાઉ-વીએમઆર, સી-વોટર અને જનકી બાત, ચાણક્યના એક્ઝિટ પોલ મુજબ ફરી એકવાર ભાજપ કેન્દ્રમાં સરકાર બનાવશે. ટાઈમ્સનાઉ અને વીએમઆરના એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું હતુ કે, એનડીએ શાનદારરીતે સત્તામાં વાપસી કરશે. મોદી લહેરની સામે શાસન વિરોધી પરિબળની કોઇ અસર દેખાઈ નથી. વિરોધ પક્ષો સરકારને હચમચાવી મુકવામાં નિષ્ફળ રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધન પણ અપેક્ષા મુજબ ટક્કર આપવામાં નિષ્ફળ છે. પોલ સંકેત આપી રહ્યા છે કે વિપક્ષોના તમામ આક્ષેપો છતાં પ્રજાએ મોદી સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ટાઇમ્સ નાઉના એક્ઝિટ પોલ મુજબ એનડીએને ૫૪૨માંથી ૩૦૬ સીટો મળી શકે છે જે બહુમતિના ૨૭૨ના આંકડા કરતા ખુબ વધારે છે. કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએને મોટો ફટકો પડી ગયો છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કોઇ ફાયદો થઇ રહ્યો નથી. રાજસ્થાન, મધ્યપ્રદેશમાં હાલમાં જારદાર દેખાવ કરનાર કોંગ્રેસ પાર્ટી લોકસભા ચૂંટણીમાં કોઇ અસર છોડી શકી નથી. ટાઇમ્સનાઉ-વીએમઆરના એક્ઝિટ પોલમાં યુપીએને ૧૩૨ સીટો મળી રહી છે. સી વોટર પણ એનડીએને બહુમતિ મળી રહી છે. આમા જણાવવામં આવ્યું છે કે, ગઠબંધનને ૨૮૭ સીટો મળી શકે છે. યુપીએને ૧૨૮ સીટો મળી શકે છે. જનકી બાતમાં પણ કહેવામાં આવ્યું છે કે, એનડીએને ૩૦૫, યુપીએને ૧૨૪ સીટો મળી શકે છે. ૨૩મી મેના દિવસે એક્ઝિટ પોલના પરિણામ જો પરિણામ સાથે મેળ ખાસે તો મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સરળતાથી બનશે. એક્ઝિટ પોલના તારણ ઉપરાંત અન્ય પરિબળોની અસર પણ દેખાઇ રહી છે. કારણ કે સપ્તાહના ગાળા દરમિયાન કેટલીક મોટી કંપનીઓના પરિણામ જાહેર કરાશે. જે કંપનીઓના નાણાંકીય પરિણામ જાહેર કરવામાં આવનાર છે તેમાં તાતા મોટર્સ, કેનેરા બેંક, શિપ્લાના પરિણામનો સમાવેશ થાય છે. આવી Âસ્થતિમાં ત્રિમાસિક પરિણામોની અસર પણ બજાર ઉપ જોવા મળશે. ક્રૂડ ઓઇલની કિંમત, અમેરિકા અને ચીન વચ્ચે વેપાર વિવાદ, ડોલર સામે રૂપિયાની ચાલ, વિદેશી ભંડોળને લઇને બજારનું વલણ પણ મહત્વપૂર્ણ બની શકે છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન સેંસેક્સમાં ૪૬૮ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. શુક્રવારના દિવસે સેંસેક્સ ૫૩૭ પોઇન્ટ અથવા તો ૧.૪૪ ટકા સુધરીને ૩૭૯૩૧ની સપાટી ઉપર રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી ૧૫૦ પોઇન્ટ રિકવર થઇને ૧૧૪૦૭ની સપાટી ઉપર રહ્યો હતો.