મુંબઈ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૯ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્ત રીતે ૧.૬૦ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આના કારણે ભારે ખળભળાટ મચી ગયો છે. છેલ્લા સપ્તાના ગાળા દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ મુડીમાં સૌથી વધારે ઘટાડો થયો છે. જેના કારણે રિલાયન્સ માર્કેટ મુડીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમાંક ગુમાવી દેતા ટીસીએસને ફાયદો થયો છે. ટીસીએસ માર્કેટ મુડીની દ્રષ્ટિએ ફરીવાર પ્રથમ ક્રમાંકે પહોચી ચુકી છે. છેલ્લા સપ્તાના ગાળામાં એકમાત્ર ટીસીએસની માર્કેટ મુડીમાં સૌથી વધુ વધારો નોધાયો હતો. જ્યારે અન્ય તમામ નવ કંપનીઓની માર્કેટ મુડીમાં ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાના ગાળા દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ મુડી ૯૯૨૧૨.૯ કરોડ રૂપિયા ઘટીને ૭૯૨૬૮૦.૯૬ થઈ ગઈ છે. આને સાથેજ આરઆઈએલ માર્કેટ મુડીની દ્રષ્ટિએ ફરી એકવાર ટીસીએસ કરતા પાછળ થઈ ગઈ છે.
એચડીએફસી બેંકની માર્કેટ મુડી ૧૯૬૩૪ કરોડ રૂપિયા ઘટીને ૬૨૫૮૭૪.૫૧ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે એચડીએફસીની માર્કેટ મુડી ૧૩૫૭૩.૫ કરોડ રૂપિયા ઘટીને ૩૩૨૪૩૫.૩૮ કરોડ રૂપિયા થઈ ગઈ છે. છેલ્લા સપ્તાના ગાળા દરમિયાન શેરબજારમાં ભારે ઉથલપાથલ રહી હતી.
છેલ્લા સપ્તામાં ૮ સત્રમાં શેરબજારમાં ઉલ્લેખનીય કડાકો બોલી ગયો હતો. બેન્ચ માર્ક ઈન્ડેક્સમાં ચાર ટકાનો ઘટાડો રહ્યો હતો. છેલ્લા સપ્તાના ઉથલ પાથલના સત્ર દરમિયાન એક માત્ર ટીસીએસની માર્કેટ મુડી વધી હતી. ટીસીએસની માર્કેટ મુડી આ ગાળામાં ૧૧૪૪.૪૮ કરોડ રૂપિયા વધીને ૮૦૧૩૪૦.૫૨ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. ટોપની ૧૦ કંપનીઓમાં ટીસીએસ ફરી પ્રથમ સ્થાને આવી ગઈ છે. શેરબજારમાં શુક્રવારના દિવસે આઠમાં દિવસે પણ શેરબજારમાં કડાકો રહ્યો હતો. આના કારણે અમેરિકા-ચીન વચ્ચે વ્યવપાર તંગદીલી તથા કંપનીઓના નાણાકીય પરિણામ સારા રહ્યા ન હતા. મુડીરોકાણકારોના બજારથી દુર રહેવાની ફરજ પડી હતી. છેલ્લા સપ્તામાં સેંસક્સમાં ૧૫૦૦ પોઈન્ટથી વધુનો ઘટાડો રહ્યો હતો. શુક્રવારના દિવસે સેંસક્સ ૩૭૪૬૨.૯૯ની સપાટીએ બંધ રહ્યો હતો.