મુંબઇ : શેરબજારમાં શરૂઆતી કારોબારમાં આજે ફરીથી મંદીનો માહોલ અકબંધ રહ્યો હતો. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૨૦૦ પોઇન્ટ ઘટીને ૩૮૦૪૩ની નીચી સપાટી પર હતો. જ્યારે નિફ્ટી ૬૯ પોઇન્ટ ઘટીને ૧૧૪૨૯ની સપાટી પર રહ્યો હતો. વેચવાલી અકબંધ રહી છે. છેલ્લા ત્રણ દિવસના ગાળામાં જ સેંસેક્સમાં મોટો કડાકો બોલી ગયો હતો.
આજે સવારના કારોબારમાં તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં નકારાત્મક માહોલ રહ્યો હતો. સોમવારના દિવસે કારોબારના અંતે સેન્સેક્સ ૩૬૩ પોઈન્ટ ઘટીને ૩૮૬૦૦ની નીચી સપાટીએ રહ્યો હતો. સર્વિસ સેકટરમાં સાત મહિનામાં સૌથી ધીમી ગતિ જાવા મળી છે કારણ કે કેટલાક બિઝનેસ નિર્ણયો મોકુફ રાખવામાં આવ્યા છે. શેર બજારમાં હાલમાં મંદી દેખાઈ રહી છે. આવતીકાલે ગુરૂવારે એચસીએલટેક અને અપોલો ટાયરના પરિણામ જાહેર કરાશે. શુક્રવારના દિવસે મૂડીરોકાણકારો દ્વારા ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટના આંકડા જારી કરવામાં આવશે. ફેબ્રુઆરી મહિનામાં આ આંકડો ૨૦ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો. મેન્યુફેકચરીંગ સેકટરમાં સીધી અસર જોવા મળી રહી છે.વિદેશી ફંડ પ્રવાહની વાત કરવામાં આવે તો ૩ મહિનામાં ૭૨૩૯૪ કરોડ ઠાલવી દેવામાં આવ્યા છે.
એપ્રિલ મહિનામાં મૂડી પ્રવાનો આંકડો ૨૧૧૯૩ કરોડ રૂપિયાનો રહ્યો છે. નવા કારોબારી સેશનમાં રહેનાર છે તેમાં અમેરિકા અને ચીન વચ્ચેની વેપાર મંત્રણાનો સમાવેશ થાય છે. ચીની પ્રતિનિધિમંડળ બુધવારના દિવસે અમેરિકા પહોંચશે અને સૂચિત વેપાર સમજૂતિ ઉપર ચર્ચા કરશે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કહી ચુક્યા છે કે ચીન સાથેની વેપાર મંત્રણા ખૂબ સારી રીતે આગળ વધી રહી છે. બેજિંગ સાથે વેપાર વિવાદને ટૂંકમાં જ ઉકેલી લેવામાં આવશે.