મુંબઇ : શેરબજારમાં આજે સવારે તેજી જાવા મળી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસક્સમાં ૮૬ પોઇન્ટનો ઉછાળો નોંધાયો ત્યારે તેની સપાટી ૩૯૧૫૦ રહી હતી. આની સાથે જ તેજી આજે દિવસ દરમિયાન જારી રહી શકે છે. નિફ્ટીમાં ૩૧ પોઇન્ટનો સુધારો થતા તેની સપાટી ૧૧૭૫૮ રહી હતી. બીજી બાજુ ડોલરની સામે રૂપિયામાં ચાર પૈસાનો ઘટાડો થયો હતો. જેથી તેની સપાટી ૭૦ સુધી રહી હતી.વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાં ૧૧૦૧૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. વૈશ્વિક સ્તર પર લિક્વિડિટીની સ્થિતિને લઈને માહોલ સુધરી રહ્યો છે.
આંકડા દર્શાવે છે કે વિદેશી મૂડીરોકાણકારોએ અગાઉના બે મહિનામાં જંગી નાણા ઠાલવ્યા હતા જે પૈકી ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા અને માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. તે પહેલા જાન્યુઆરી મહિનામાં મૂડી માર્કેટમાંથી એફપીઆઈ દ્વારા ૫૩૬૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. ડિપોઝીટરી ડેટામાં જણાવવામાં આવ્યું છે કે પહેલીથી ૧૬મી એપ્રિલ વચ્ચેના ગાળામાં વિદેશી મૂડીરોકાણકારોએ ઈક્વિટીમાં ૧૪૩૦૦.૨૨ કરોડ રૂપિયા ઠાલવ્યા છે. ગઇકાલે સેંસેક્સ સૌથી ઉંચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સ ૪૯૦ પોઇન્ટ ઉછળીને ૩૯૦૫૫ની સપાટીએ રહ્યો હતો.
બીજી બાજુ નેશનલ સ્ટોક એક્સચેંજમાં કારોબારમાં પણ સ્થિતિ સારી રહી હતી.છેલ્લા સપ્તાહમાં સેન્સેક્સ અને નિફ્ટમાં ખૂબ સારો દેખાવ રહ્યો હતો. બંને ચાવીરૂપ ઈન્ડેક્સમાં આશરે એક ટકાનો ઉછાળો રહ્યો હતો. મોટાભાગના લોકો માની રહ્યા છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ફરી સત્તામાં આવશે .એપ્રિલ મહિનામાં હજુ સુધી એફપીઆઈ દ્વારા જંગી નાણાં ઠાલવવામાં આવ્યા છે.