જોરદાર લેવાલી વચ્ચે સેંસેક્સમાં ૪૯૦ પોઇન્ટ સુધી મોટો ઉછાળો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મુંબઇ : શેરબજારમાં આજે ફાઈનાન્સિયલ અને આઈટીના શેરમાં જોરદાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. બેંચમાર્ક ઇન્ડેક્સમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી મંદીનો અંત આવ્યો હતો. આજે સેંસેક્સ સૌથી ઉંચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સ ૪૯૦ પોઇન્ટ ઉછળીને ૩૯૦૫૫ની સપાટીએ રહ્યો હતો. અથવા તો તેમાં ૧.૨૭ ટકાનો ઉછાળો નોંધાયો હતો. એચસીએલ ટેક, ઓએનજીસી, ઇન્ડસબેંક, યશ બેંક અને ભારતી એરટેલના શેરમાં ઉછાળો નોંધાયો હતો. ૩૦ શેર પૈકીના ૨૩ શેરમાં તેજી રહી હતી જ્યારે બાકીના સાત શેરમાં મંદી રહી હતી. ૧૫૭ શેરમાં યથાસ્થિતિ રહી હતી. માર્કેટ બ્રીડ્‌થ તેજીમાં રહેતા કારોબારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો જોરદાર… હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૬૫ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૨૧૮ નોંધાઈ હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૬૧ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૮૫૭ રહી હતી.

સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં મંદી રહી હતી. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં સૌથી મોટો ઉછાળો ૧.૫ ટકાનો રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજમાં કારોબારમાં પણ સ્થિતિ સારી રહી હતી. આજે કારોબાર વેળા જોરદાર વોલ્યુમ વચ્ચે ઇન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટના શેરમાં ૧૦ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. શેરબજારમાં ગઇકાલે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. ગઇકાલે સેંસેક્સમાં વધુ ૮૦ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો. આની સાથે જ છેલ્લા બે દિવસના ગાળામાં ૫૭૫ પોઇન્ટ સુધીનો નોંધપાત્ર ઘટાડો થયા બાદ આજે ફરી સુધારો થયો હતો. એક મહિનાના ગાળામાં ઓટોના શેરમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે.

છેલ્લા સપ્તાહમાં સેન્સેક્સ અને નિફ્ટમાં ખૂબ સારો દેખાવ રહ્યો હતો. બંને ચાવીરૂપ ઈન્ડેક્સમાં આશરે એક ટકાનો ઉછાળો રહ્યો હતો. મોટાભાગના લોકો માની રહ્યા છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ફરી સત્તામાં આવશે . એફપીઆઈ પ્રવાહની ચર્ચા પણ જોવા મળી રહી છે. એપ્રિલ મહિનામાં હજુ સુધી એફપીઆઈ દ્વારા જંગી નાણાં ઠાલવવામાં આવ્યા છે. રૂપિયાની દિશા કેવી રહેશે તેના ઉપર પણ રોકાણકારોની નજર રહેશે. સાપ્તાહિક આધાર ઉપર છેલ્લા સપ્તાહમાં રૂપિયો ૧૮ પૈસા ઘટી ગયો હતો. વૈશ્વિક સ્તેર પણ ઘટનાક્રમ જાવા મળશે. ગુરૂવારના દિવસે વ્યાજદરના સંદર્ભમાં બેંક ઓફ જાપાન પરિણામ જાહેર કરશે. વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાં ૧૧૦૧૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. વૈશ્વિક સ્તર પર લિક્વિડિટીની સ્થિતિને લઈને માહોલ સુધરી રહ્યો છે. આંકડા દર્શાવે છે કે વિદેશી મૂડીરોકાણકારોએ અગાઉના બે મહિનામાં જંગી નાણા ઠાલવ્યા હતા જે પૈકી ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા અને માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. તે પહેલા જાન્યુઆરી મહિનામાં મૂડી માર્કેટમાંથી એફપીઆઈ દ્વારા ૫૩૬૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. ડિપોઝીટરી ડેટામાં જણાવવામાં આવ્યું છે કે પહેલીથી ૧૬મી એપ્રિલ વચ્ચેના ગાળામાં વિદેશી મૂડીરોકાણકારોએ ઈÂક્વટીમાં ૧૪૩૦૦.૨૨ કરોડ રૂપિયા ઠાલવ્યા છે

Share This Article