શેરબજારમાં છ પરિબળોની સીધી અસર રહેશે : કારોબારી સાવધાન

News KhabarPatri
By News KhabarPatri 4 Min Read

મુંબઇ: શેરબજારમાં ભારે અફડાતફડીનો દોર છેલ્લા સપ્તાહમાં રહ્યા બાદ અને ૨૧૦૦ પોઇન્ટથી વધુનો ઘટાડો ટૂંકાગાળામાં થયા પછી આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં જુદા જુદા પરિબળોની અસર શેરબજાર ઉપર જાવા મળશે. મુખ્યરીતે છ પરિબળો બજારની દિશા નક્કી કરી શકે છે જેમાં કમાણીના આંકડા, સીપીઆઈ અને આઈઆઈપીના ડેટા, ડોલર સામે રૂપિયાની ચાલ, ક્રૂડ ઓઇલની કિંમતો, બોન્ડ યિલ્ડનો સમાવેશ થાય છે. દેશના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા (આઈઆઈપી)ના આંકડા જે ઓગસ્ટ મહિના માટેના છે તે શુક્રવારના દિવસે જારી કરવામાં આવનાર છે. ઓગસ્ટ મહિના માટેના આઈઆઈપીના ડેટા અને સપ્ટેમ્બર મહિના માટેના રિટેલ ફુગાવા (સીપીઆઈ)ના આંકડા શુક્રવારે જારી થશે. જુલાઈ મહિનામાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો ૬.૬ ટકાનો રહ્યો હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં દેખાવ શાનદાર રહ્યો હતો.

કેટલાક નિષ્ણાતો માને છે કે, ઓગસ્ટ મહિનામાં પણ આઈઆઈપીના આંકડા યથાવત રહેશે જ્યારે રિટેલ ફુગાવો ઓગસ્ટ મહિનામાં સીપીઆઈ ફુગાવો ૩.૬૯ ટકા રહ્યો હતો જે ૧૦ મહિનાની નીચી સપાટી છે. અમેરિકા અને ચીન સહિતના દેશોમાં જુદા જુદા આંકડા હાલમાં જારી કરવામાં આવનાર છે. કેટલીક મહાકાય કંપની દ્વારા સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા જારી કરવામાં આવનાર છે જેમાં ટીસીએસ, હિન્દુસ્તાન યુનિલીવર, બંધન બેંકનો સમાવેશ થાય છે. જુન ત્રિમાસિક ગાળામાં ટીસીએસનો કન્સોલીડેટેડ નફાનો આંકડો ૨૩.૪૬ ટકા વાર્ષિક આધાર પર રહ્યો હતો. એફએમસીજીની મહાકાય કંપની હિન્દુસ્તાન યુનિલીવરનો નેટ નફાનો આંકડો ૩૦મી જૂનના દિવસે પુરા થયેલા ત્રિમાસિક ગાળાના ૧૫૨૯ કરોડનો રહ્યો હતો. ડોલર સામે રૂપિયો છેલ્લા સપ્તાહમાં ૭૪.૨૨ની ઐતિહાસિક નીચી સપાટી ઉપર પહોંચ્યો હતો.

શુક્રવારના દિવસે રૂપિયો ૧૯ પૈસા ઘટીને ૭૩.૭૭ની સપાટીએ રહ્યો હતો. આશ્ચર્યજનક પહેલરૂપે આરબીઆઈએ તે દિવસે વ્યાજદર યથાવત રાખ્યો હતો. નિષ્ણાતો માની રહ્યા છે કે, જા ક્રૂડ ઓઇલની કિંમત હાલમાં યથાવત રહેશે તો રૂપિયાની Âસ્થતિ સુધરશે નહીં. શુક્રવારના દિવસે ક્રૂડ ઓઇલની કિંમત ચાર સપ્તાહની ઉંચી સપાટીએ પહોંચી હતી. માર્કેટ ઉપર અસર કરવામાં બોન્ડ યિલ્ડની પણ ભૂમિકા રહેલી છે. અત્રે નોંધનીય છે કે, શેરબજાર શુક્રવારના દિવસે ફરી એકવાર હચમચી ઉઠ્યું હતું. સતત ત્રીજા દિવસે ઘટાડાનો દોર જારી રહ્યો હતો. શુક્રવારના દિવસે પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ બજારમાં હાહાકાર મચાવ્યો હતો. મુંબઈ સ્ટોક એક્સચેંજના ૩૦ શેર સેંસેક્સમાં ૭૯૨ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. આની સાથે જ સેંસેક્સ ૨.૨૫ ટકા અથવા તો ૭૯૨ પોઇન્ટ ઘટીને ૩૪૩૭૭ની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી ૨૮૩ પોઇન્ટ ઘટીને અથવા તો ૨.૬૭ ટકા ઘટીને ૧૦૩૧૬ની સપાટીએ રહ્યો હતો.

શેરબજાર શુક્રવારે સતત ત્રીજા દિવસે પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા કારોબારીઓ હચમચી ઉઠ્યા હતા. દલાલ સ્ટ્રીટ જુદા જુદા પરિબળોના કારણે હચમચી ઉઠતા કોર્પોરેટ જગતમાં પણ તેની ચર્ચા જાવા મળી હતી. છેલ્લા ગુરૂવારના દિવસે  સેંસેક્સમાં ૮૦૬ પોઇન્ટનો રેકોર્ડ કડાકો બોલી ગયો હતો. જેથી તેની સપાટી ૩૫૧૬૯ રહી હતી. નિફ્ટી ૨૫૯ પોઇન્ટ ઘટીને ૧૦૫૯૯ની નીચી સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં બુધવાર અને ગુરુવારના દિવસે મળીને બે દિવસના ગાળામાં ૧૩૫૭ પોઇન્ટનો ઉલ્લેખનીય ઘટાડો થયો હતો. શુક્રવારે તેમાં વધુ ૭૯૨ પોઇન્ટનો ઘટાડો થયો હતો. ઇરાન ઉપર અમેરિકાએ પ્રતિબંધ મુક્યા બાદ ક્રૂડની કિંમતના ભાવ ઝડપથી વધી રહ્યા છે.  બુધવારથી લઇ શુક્રવાર સુધીના ગાળામાં એટલે કે ત્રણ દિવસમાં જ છેલ્લા સપ્તાહમાં સેંસેક્સમાં ૨૧૪૯ પોઇન્ટનો ઘટાડો થયો હતો.

Share This Article