બજારમાં બંપર તેજી : સેંસેક્સે ૩૯,૦૦૦ની સપાટીને કુદાવી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : શેરબજારમાં આજે સવારે જોરદાર તેજી જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેંજમાં સેંસેક્સ આજે સવારે ૧૩૪ પોઇન્ટના ઉછાળાની સાથે નવી ઉંચી સપાટી પર રહ્યો હતો. સેંસેક્સે શરૂઆતમાં જ ૩૯ હજારની સપાટીને કુદાવી લીધી હતી. નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી ૪૬ પોઇન્ટ ઉછળીને ૧૧૭૩૬ની ઉંચી સપાટી પર રહ્યો હતો. આજે દિવસ દરમિયાન તેજી રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે. શુક્રવારના દિવસે કારોબાર બાદ ફેબ્રુઆરી મહિના માટેના આઈઆઈપીના આંકડા પણ જારી કરાશે. આરબીઆઈની બેઠક હાલમાં યોજાઈ હતી જેમાં વ્યાજદરમાં ઘટાડો કરાયો હતો. વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાં ૧૧૦૯૬ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે.

વૈશ્વિક અને સ્થાનિક પરિબળો મજબૂત હોવાના કારણે વિદેશી રોકાણકારો આશાવાદી બનેલા છે. અગાઉના બે મહિનામાં રોકાણકારો મોટાપાયે ખરીદી કરી ચુક્યા છે. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ અને માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવી ચુક્યા છે. તે પહેલા એફપીઆઈએ જાન્યુઆરી મહિનામાં મૂડી માર્કેટમાંથી ૫૩૬૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. શેરબજારમાં બુધવારના દિવસે મહાવીર જ્યંતિની રજા રહેશે જ્યારે શુક્રવારના ગુડ ફ્રાઇડેની રજા જોવા મળનાર છે. ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા જારી કરવામાં આવનાર છે જેમાં વિપ્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, એચડીએફસી બેંકનો સમાવેશ થાય છે.

આ પરિણામ ક્રમશઃ મંગળવાર, ગુરુવાર અને શનિવારના દિવસે જાહેર કરાશે. છેલ્લા સપ્તાહમાં ઇન્ફોસીસ અને ટીસીએસ દ્વારા અપેક્ષા કરતા વધુ સારા આંકડા જારી કર્યા હતા. આ પ્રવાહ જારી રહેવાની સ્થિતિમાં મૂડીરોકાણકારોનો નૈતિક જુસ્સો વધ શકે છે.  કારોબારના અંતે સેંસેક્સ ૧૩૯ પોઇન્ટ સુધરીને ૩૮૯૦૬ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ૪૭ પોઇન્ટ ઉછળીને ૧૧૬૯૦ની સપાટીએ રહ્યો હતો.

Share This Article