મુંબઇ : શેરબજારમાં તેજી સાથે કારોબારની શરૂઆત થઇ હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૨૯ પોઇન્ટ ઉછળીને ઉંચી સપાટી પર હતો. સેંસેક્સની સપાટી ૩૮૭૩૩ રહી હતી. જ્યારે નિફ્ટી ૩૨ પોઇન્ટ ઉછળીને ઉંચી સપાટી પર હતો. ગઇકાલે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૧૬૨ પોઇન્ટ ઘટીને ૩૮૭૦૧ની નીચી સપાટી રહ્યો હતો. શેરબજારમાં બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સમાં ૧૧૬૫૦ની સપાટી રહી હતી વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા પાંચ કારોબારી સેશનમાં એપ્રિલમાં ૮૬૩૪ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. શેરબજારમાં હકારાત્મક સ્થિતિ આને માટે જવાબદાર છે.
માર્ચ મહિનામાં વિદેશી રોકાણકારોએ ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. ૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષમાં રોકાણકારોએ ૪૪૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા એફપીઆઈથી મળ્યા હતા.
અમેરિકી ફેડરલ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરવામાં આવ્યા બાદ તેના કારણે પણ એફપીઆઈ ભારત તરફ આકર્ષિત થઈ રહ્યું છે. ક્રુડ ઓઈલની કિંમતો સ્થિર રહી છે. જેની અસર પણ વિદેશી મૂડીરોકાણકારોના મૂડી પ્રવાહ ઉપર થઈ છે. આ વર્ષની ધીમિ ગતીએ શરૂઆત થયા બાદથી એફપીઆઈમાં ઈક્વિટી માર્કેટમાં આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે. જાણકાર લોકોનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ બજારમાં તેજી રહી શકે છે. જાન્યુઆરી મહિનામાં યુએસ ફેડરલ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. તેમના અર્થતંત્ર માટે ચીન અને યુરોપિયન સેન્ટ્રલ બેન્ક દ્વારા સ્ટીમ્યુલસ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. દેશના માઈક્રો આઉટલુકમાં સ્થિતિ સુધરી રહી છે.