જોરદાર લેવાલી વચ્ચે સેંસેક્સ ફરી ૧૭૭ પોઈન્ટ ઉછળીને બંધ રહ્યો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મુંબઈ : શેરબજારમાં આજે હકારાત્મક માહોલ જામ્યો હતો. સતત બે કારોબારી સેશનમાં મંદી રહ્યા બાદ આજે કારોબારના છેલ્લા મિનિટોમાં તેજીનો માહોલ જામ્યો હતો. ઈન્ડેક્સ રેન્જ આધારીત કારોબારમાં રહ્યો હતો. મોટાભાગના ગાળા દરમિયાન રેન્જ આધારીત કારોબાર રહ્યા બાદ છેલ્લી મિનિટોમાં તેજી જામી હતી. કારોબારના અંતે આજે સેન્સેક્સ ૧૭૮ પોઈન્ટ ઉછળીને ૩૮૮૬૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૬૮ પોઈન્ટ ઉછળીને ૧૧૬૬૬ની સપાટીએ રહ્યો હતો. તેમાં પણ ઉલ્લેખનિય લેવાલી જામી હતી. મેટલના શેરમાં આજે કારોબાર દરમિયાન સૌથી વધારે તેજી રહી હતી. રિયાલટી અને આઈટી કાઉન્ટરોમાં તેજીનો માહોલ રહ્યો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્ષમાં બે ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૩૧૩૨ રહી હતી. સાપ્તાહિક આધાર ઉપર બીએસઈ સેન્સેક્સ ૦.૪૯ ટકા ઉછળીને બંધ રહ્યો હતો.

જ્યારે નિફ્ટી સાપ્તાહિક આધાર ઉપર ૦.૩૬ ટકા ઉછળીને બંધ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં ૯૭ પોઈન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૫૦૯ રહી હતી. સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૧૦૮ પોઈન્ટન ઉછાળો જાવા મળ્યો હતો. જેથી તેની સપાટ ૧૫૦૪૭ રહી હતી. આજે કારોબાર દરમિયાન ગોદરેજ પ્રોપર્ટીના શેરમાં છ ટકાનો ઉછાળો શરૂઆતી કારોબારમાં નોંધાઈ ગયો હતો. મુંબઈ સ્થિત રિયલ એસ્ટેટ ડેવલોપર દ્વારા વસી, નવી મુંબઈમાં નવા રેસીડેન્ટ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. કારોબારના અંતે તેના શેરમાં ૭.૦૨ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. આવી જ રીતે લક્ષ્મીવિલાસ બેન્કના શેરમાં આજે સતત બીજા દિવસે ૯૨.૭૫ ટકાના સ્તરે પાંચ ટકાની અપર સર્કિટ જાવા મળી હતી. ઈન્ટ્રા ડે વેળા તેમાં ઉલ્લેખનિય તેજી રહી હતી. ઈÂન્ડયા બુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ સાથે તેના મર્જરના અહેવાલ આવ્યા બાદ આ તેજી રહી હતી.

બીજી બાજુ ખાંડ કંપનીઓના શેરમાં ૧૬ ટકા સુધીનો ઉછાળો જાવા મળ્યો હતો. તેલ કિંમતોમાં આજે શુક્રવારના દિવસે ઘટાડો રહ્યો હતો. હાલના નવેસરના પ્રવાહ દર્શાવે છે કે, એફપીઆઈ ભારતીય ઇક્વિટીમાં મજબૂત વિશ્વાસ ધરાવે છે. એફપીઆઈ દ્વારા માર્ચ મહિનામાં ૪૮૭૫૧ કરોડ રૂપિયા ભારતીય ડેબ્ટ અને ઇક્વિટી માર્કેટમાં ઠાલવી દીધા છે.. છેલ્લા બે મહિનામાં લેવાલી બાદ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં વિદેશી રોકાણકારોએ સ્થાનિક બજારમાંથી ૪૪૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ છેલ્લા ચાર વર્ષમાં સર્વશ્રેષ્ઠ રહ્યા બાદ લોકો આશાવાદી દેખાઈ રહ્યા છે. સેંસેક્સમાં આ નાણાંકીય વર્ષમાં ૧૭ ટકાનો વધારો થયો છે જેથી ઇક્વિટી બેંચમાર્ક હવે ઓલટાઇમ હાઈ સપાટી ઉપર પહોંચી શકે છે.

સેંસેક્સમાં નવા રેકોર્ડ હાલમાં સર્જાઇ રહ્યા છે. ૨૦૧૯માં સામાન્ય કરતા ઓછા વરસાદની આગાહીના કારણે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ઓછા વરસાદની આગાહી સહિત અનેક પરિબળોની આજે અસર રહી હતી. કારોબાર પર તેની પ્રતિકુળ અસર થઇ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગઈકાલે રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કર્યો હોવા છતાં તેની કોઇ અસર દેખાઈ ન હતી. ગુરૂવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૧૯૨ પોઇન્ટ ઘટીને ૩૮૬૮૫ની સપાટીએ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી ૪૬ પોઇન્ટ ઘટીને ૧૧૫૯૮ની નીચી સપાટીએ રહ્યો હતો.

Share This Article