બેંચમાર્ક ઇન્ડેક્સમાં આજે નકારાત્મક માહોલ જાવા મળ્યો હતો. રૂપિયો પણ આજે ડોલર સામે ઘટી ગયો હતો. રિઝર્વ બેંક ઓફ ઇÂન્ડયાએ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કર્યો હોવા છતાં તેની કોઇ અસર દેખાઈ ન હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૯૨ પોઇન્ટ ઘટીને ૩૮૬૮૫ની સપાટીએ રહ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ટીસીએસ, ઇન્ફોસીસ, આઈસીઆઈસીઆઈ બેંક અને ઇન્ડસ બેંકમાં ઘટાડો થયો હતો. ૩૦ ઘટકો પૈકી ૧૭ શેરમાં મંદી જોવા મળી હતી. નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી ૪૬ પોઇન્ટ ઘટીને ૧૧૫૯૮ની નીચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ઓટો, નિફ્ટી એફએમસીજી, નિફ્ટી મિડિયા અને નિફ્ટી ફાર્મા સિવાય અન્ય તમામ ઇન્ડેક્સમાં ઘટાડો રહ્યો હતો.
નિફ્ટી આઈટી ઇન્ડેક્સ અને નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ ૧.૩૭ ટકાનો ઘટાડો રહ્યો હતો. શેરબજારમાં હાલમાં પ્રવાહી સ્થિતિનો દોર જારી રહ્યો છે. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૨૧ પોઇન્ટનો ઘટાડો થતાં તેની સપાટી ૧૫૪૧૩ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૪૭ પોઇન્ટનો ઘટાડો થતા તેની સપાટી ૧૪૯૩૮ નોંધાઈ હતી. માર્કેટ બ્રીડ્થ નકારાત્મક રહી હતી. ૨૬૯૯ શેરમાં કારોબાર થયો હતો જે પૈકી ૧૦૭૬ શેરમાં તેજી અને ૧૭૪ શેરમાં યથાસ્થિતિ રહી હતી જ્યારે ૧૪૪૯ શેરમાં મંદીનો માહોલ રહ્યો હતો. બેંકલક્ષી સંવેદનશીલમાં મિશ્ર સ્થિતિ રહી હતી. કારણ કે રિઝર્વ બેંકે રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. નિફ્ટી બેંક ઇન્ડેક્સ અને નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં ક્રમશઃ ૦.૬૩ અને ૦.૦૭ ટકાનો ઘટાડો રહ્યો હતો.
નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૦.૬૬ ટકાનો ઘટાડો જાવા મળ્યો હતો. હાલના નવેસરના પ્રવાહ દર્શાવે છે કે, એફપીઆઈ ભારતીય ઇÂક્વટીમાં મજબૂત વિશ્વાસ ધરાવે છે. એફપીઆઈ દ્વારા માર્ચ મહિનામાં ૪૮૭૫૧ કરોડ રૂપિયા ભારતીય ડેબ્ટ અને ઇક્વિટી માર્કેટમાં ઠાલવી દીધા છે.. છેલ્લા બે મહિનામાં લેવાલી બાદ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં વિદેશી રોકાણકારોએ સ્થાનિક બજારમાંથી ૪૪૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ છેલ્લા ચાર વર્ષમાં સર્વશ્રેષ્ઠ રહ્યા બાદ લોકો આશાવાદી દેખાઈ રહ્યા છે. સેંસેક્સમાં આ નાણાંકીય વર્ષમાં ૧૭ ટકાનો વધારો થયો છે જેથી ઇક્વિટી બેંચમાર્ક હવે ઓલટાઇમ હાઈ સપાટી ઉપર પહોંચી શકે છે. સેંસેક્સમાં નવા રેકોર્ડ હાલમાં સર્જાઇ રહ્યા છે. સેંસેક્સમાં ગઇકાલે કારોબારના અંતે ૧૮૦ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો જેથી તેની સપાટી ૩૮૮૭૭ જાવા મળી હતી.નેશનલ સ્ટોક એક્સચેંજના નિફ્ટી ઇન્ડેક્સમાં ૧૧૬૪૪ની નીચી સપાટી જાવા મળી હતી, ૨૦૧૯માં સામાન્ય કરતા ઓછા વરસાદની આગાહીના કારણે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ઓછા વરસાદની આગાહી સહિત અનેક પરિબળોની આજે અસર રહી હતી. કારોબાર પર તેની પ્રતિકુળ અસર થઇ રહી છે.