મુંબઇ : શેરબજારમાં આજે કારોબારની શરૂઆત થયા બાદ તેજી જોવા મળી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૧૮૫ પોઇન્ટ ઉછળીને ૩૮૮૫૮ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૪૧ પોઇન્ટ ઉછળીને ૧૧૬૬૫ની સપાટી પર હતો. શરૂઆતમાં સેંસેક્સે ૩૯ હજારની સપાટીને કુદાવી લીધી હતી. આજે દિવસ દરમિયાન જારદાર તેજી રહેવાના સંકેતો દેખાઇ રહ્યા છે.આરબીઆઈની નાણાંકીય સમીક્ષા પણ આ સપ્તાહમાં જારી કરવામાં આવનાર છે. વ્યાજદરમાં કોઇ ઘટાડો કરવામાં આવે છે કે કેમ તેના ઉપર તમામનું ધ્યાન કેન્દ્રિત થઇ ગયું છે. આરબીઆઈની છ સભ્યોની નાણાંકીય નીતિ બેઠક ગુરુવારના દિવસે નિર્ણય લેશે. નવા નાણાંકીય વર્ષની પ્રથમ દ્વિમાસિક પોલિસી બેઠકને લઇને શેરબજાર, કોર્પોરેટ જગત અને ઉદ્યોગ જગતની નજર કેન્દ્રિત થઇ છે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે તો વ્યાજદરમાં ફરીવાર ઘટાડો કરવામાં આવી શકે છે.
કારણ કે, રિટેલ ફુગાવો આરબીઆઈના ચાર ટકાના લક્ષ્યાંક કરતા નીચે પહોંચી ગયો છે. જો રેટમાં વધુ ઘટાડો કરવામાં આવશે તો બજારમાં તેજી આવી શકે છે. બેંક અને ઓટો તથા રિયાલીટીના શેરમાં તેજીના ભણકારા વાગી રહ્યા છે. શેરબજારમાં વ્યાજદરમાં કોઇ ઘટાડો કરાશે કે કેમ તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતિ જાવા મળી રહી છે. જા કે, મોટાભાગના અર્થશા†ીઓ માની રહ્યા છે કે, વ્યાજદરમાં નજીવો ઘટાડો કરવામાં આવશે. કારણ કે, રિટેલ ફુગાવો આરબીઆઈના ટાર્ગેટ કરતા ઓછો નોંધાયો છે. જે આદર્શ સ્થિતિ છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ છેલ્લા ચાર વર્ષમાં સર્વશ્રેષ્ઠ રહ્યા બાદ લોકો આશાવાદી દેખાઈ રહ્યા છે. સેંસેક્સમાં આ નાણાંકીય વર્ષમાં ૧૭ ટકાનો વધારો થયો છે જેથી ઇક્વિટી બેંચમાર્ક હવે ઓલટાઇમ હાઈ સપાટી ઉપર પહોંચી શકે છે.
મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ અને સર્વિસ પીએમઆઈના આંકડા ક્રમશ મંગળવાર અને ગુરુવારના દિવસે જારી કરવામાં આવશે. માર્કેટ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં ૧૪ મહિનાની ઉંચી સપાટીએ રહ્યો હતો. હાલના નવેસરના પ્રવાહ દર્શાવે છે કે, એફપીઆઈ ભારતીય ઇક્વિટીમાં મજબૂત વિશ્વાસ ધરાવે છે. એફપીઆઈ દ્વારા માર્ચ મહિનામાં ૪૮૭૫૧ કરોડ રૂપિયા ભારતીય ડેબ્ટ અને ઇક્વિટી માર્કેટમાં ઠાલવી દીધા છે. સ્થાનિક ઓટો મોબાઇલ કંપનીઓના આંકડા પહેલી એપ્રિલના દિવસથી જારી કરવામાં આવી રહ્યા છે.છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન શેરબજારમાં સુધારો રહ્યો હતો અને સેંસેક્સમાં ૫૦૮ પોઇન્ટનો ઉછાળો જાવા મળ્યો હતો.છેલ્લા બે મહિનામાં જારદાર લેવાલી બાદ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં વિદેશી મૂડીરોકાણકારોએ સ્થાનિક બજારમાંથી ૪૪૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. શેરબજારમાં તેની રહેવાના કારણે કારોબારી રોકાણના મુડમાં આવી ગયા છે.