નવી દિલ્હી : મોનિટરી પોલીસી કમિટીની બેઠકમાં વ્યાજદરના સંદર્ભમાં નિર્ણય લેવામાં આવનાર છે. વ્યાજદરમાં વધારો કરાશે કે કેમ તેને લઇને મોટાભાગના નિષ્ણાતોમાં ચર્ચા છે પરંતુ રિઝર્વ બેંકની પોલિસી સમીક્ષાના પરિણામથી દલાલસ્ટ્રીટમાં છેલ્લા બે દિવસથી જારી અંધાધૂંધીને લઇને દિશા નક્કી થશે. આ બેઠક ગઇકાલે શરૂ થઇ હતી. રોકાણકારોએ સાવધાનીપૂર્વકનું વલણ અપનાવ્યું છે. વ્યાજદરોમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવે તેમ માનવામાં આવી રહ્યું છે. ઉર્જિત પટેલના નેતૃત્વમાં આરબીઆઈની પોલિસી સમીક્ષાની બેઠક યોજાઇ રહી છે જેમાં હાલમાં પ્રવર્તી રહેલી સ્થિતિ પર ચર્ચા થઇ રહી છે. મોટાભાગની રેટિંગ એજન્સીઓ માને છે કે, સીઆરઆરમાં પણ ૨૫થી ૫૦ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવી શકે છે. સીઆરઆરને લઇને પણ ચર્ચા જાવા મળી રહી છે. રિઝર્વ બેંકની સામે નર્વસ કેપિટલ માર્કેટની લિÂક્વડીટીની જરૂરને પૂર્ણ કરવા માટે અને ડોલરની સામે રૂપિયામાં અવમુલ્યન વચ્ચે મોંઘવારીના દરની સાથે સંતુલન જાળવી રાખવા માટેના પડકારો રહેલા છે. પરિણામ પહેલા એક નવા સર્વેમાં ૨૫થી વધારે ટોપના અર્થશા†ી માની રહ્યા છે કે વ્યાજદરમાં વધારો કરવામાં આવનાર છે. બીજી બાજુ દેશમાં મોંઘવારીનો દર ઘટી ગયો છે. અત્રે નોંધનીય છે કે, પોતાની ઓગસ્ટ પોલિસીમાં આરબીઆઈ દ્વારા સતત બીજી વખત રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરી દેવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટનો આંકડો ૬.૫૦ ટકા રહ્યો હતો. વ્યાજદર વધવાની સ્થિતિમાં લોન વધુ મોંઘી બની શકે છે. લોન મોંઘી બનતા ઓટો કંપનીઓને માઠી અસર થઇ શકે છે. કારણ કે ખરીદીના આંકડામાં તેના ઉપર અસર થશે. મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિ અથવા તો
એÂક્ટવિટીના આંકડા ઓગસ્ટ મહિનામાં ઉલ્લેખનીયરીતે સુધર્યા હતા. રિટેલ અને હોલસેલ ફુગાવાના આંકડાના આધાર પર આરબીઆઈ દ્વારા નિર્ણય લેવાશે. રિઝર્વ બેંકની ચોથી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા ત્રીજીથી શરૂ થઇ રહી છે . આરબીઆઈ ત્રીજી વખત વ્યાજદરમાં વધારો કરી શકે છે. એકબાજુ ડોલર સામે રૂપિયાની હાલત ખુબ જ કફોડી બનેલી છે. ડોલર સામે રૂપિયામાં અવિરત અવમુલ્યન, ક્રૂડ ઓઇલની કિંમતમાં સ્થિર વધારા સહિતના પરિબળો વચ્ચે આરબીઆઈ પોતાની પોલિસી સમીક્ષામાં વ્યાજદરમાં વધારો કરી શકે છે. ઓગસ્ટ મહિનામાં રિટેલ ફુગાવો ૩.૬૯ ટકાની સાથે ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ હતો.