મુંબઈ : શેરબજારમાં આજે જોરદાર તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૩૮૩ પોઇન્ટ ઉછળને ૩૭૦૫૪ની સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ફરી એકવાર ૩૭૦૦૦ની સપાટી હાંસલ કરી હતી. મૂડી રોકાણકારો દ્વારા વ્યાપક લેવાલી વચ્ચે સેંસેક્સે આ સપાટી મેળવી હતી. રવિવારના દિવસે ૨૦૧૯માં યોજાનારી સામાન્ય ચૂંટણીની જાહેરાત બાદ એનડીએ સરકારની આશા ઉજળી દેખાયા બાદ મૂડીરોકાણકારો આશાવાદી દેખાઈ રહ્યા છે. છ મહિનામાં સૌથી મોટો ઉછાળો આજે જાવા મળ્યો હતો. આરઆઈએલ, આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એરટેલના શેરમાં જોરદાર તેજી જામી હતી. એનએસઈ નિફ્ટીમાં પણ ઉછાળો જાવા મળ્યો હતો. ગયા વર્ષે ૧૯મી સપ્ટેમ્બર બાદથી સૌથી ઉંચી બંધ સપાટી આજે જાવા મળી હતી. ગયા વર્ષે ૧૯મી સપ્ટેમ્બરે બંધ સપાટી ૩૭૧૨૧ નોંધાઈ હતી. આંકડા દર્શાવે છે કે, વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણકારો દ્વારા ૧૦૯૫ કરોડના શેર ખરીદી લીધા છે. સેંસેક્સ અને નિફ્ટી છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન તેજી સાથે બંધ રહ્યા હતા.
છેલ્લા સપ્તાહમાં સેંસેક્સમાં ૬૦૮ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૧૭૨ પોઇન્ટનો ઉછાળો જાવા મળ્યો હતો. જાણકાર લોકોના કહેવા મુજબ આગામી સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની વાપસીના સંકેત હવે દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં બજારમાં તેની અસર રહી શકે છે. ચૂંટણી પહેલાના ઘટનાક્રમની અસર પણ રહી શકે છે. જાણકાર નિષ્ણાતોના કહેવા મુજબ વિદેશી મૂડીરોકાણકારો દ્વારા સ્થિર મૂડી પ્રવાહની અસર જાવા મળી રહી છે. તમામની નજર ફેબ્રુઆરી મહિનામાં ફુગાવાના આંકડા ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે. સીપીઆઈ તરીકે જાણિતા રહેલા રિટેલ ફુગાવાના આંકડા આવતીકાલે મંગળવારના દિવસે જારી કરવામાં આવશે જ્યારે ડબલ્યુપીઆઈ ફુગાવાના આંકડા ગુરુવારના દિવસે જારી કરાશે.તેની આગામી પોલીસી બેઠકમાં આરબીઆઈ દ્વારા રેટમાં કાપ મુકવાની તકો વધવાની શક્યતા દેખાઈ રહી છે. આઈઆઈટીના આંકડા પણ મંગળવારના દિવસે જારી કરવામાં આવનાર છે.
જાન્યુઆરી મહિના માટેના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા આવતીકાલે મંગળવારે જારી થશે. એજ દિવસે જાન્યુઆરીના મેન્યુફેક્ચરિંગ આઉટપુટ ડેટા પણ જારી કરવામાં આવનાર છે. બ્રિટિશના કાયદા નિષ્ણાતો દ્વારા આવતીકાલે મંગળવારના દિવસે વડાપ્રધાન થેરેસા મેના સુધારવામાં આવેલી બ્રેગઝીટ સોદાબાજી પર મત આપવામાં આવનાર છે. એમ પણ માનવામાં આવે છે કે, થેરેસા મેને પછડાટ લાગશે. ક્રૂડ ઓઇલની કિંમતો શુક્રવારના દિવસે આશરે એક ટકા સુધી ઘટી ગઈ હતી. તેલ વપરાશની શક્યતાને લઇને દહેશત ઉભી થઇ છે. ઓપેક દ્વારા પુરવઠામાં કાપ મુકવામાં આવ્યો છે જેના લીધે અસર દેખાશે.
સાઉદીના પેટ્રોલિયમ મંત્રી ખાલીદ અલ ખલીનું કહેવું છે કે, ચીન અને અમેરિકા આ વર્ષે વૈશ્વિક ડિમાન્ડને લઇને મજબૂતી પ્રદાન કરી શકે છે. અત્રે નોંધનીય છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ માર્ચના પ્રથમ પાંચ કારોબારી સેશનમાં મૂડી માર્કેટમાં ૨૭૪૧ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. શેરબજારમાં હકારાત્મક Âસ્થતિ આના માટે જવાબદાર છે. શેરબજારમાં ચોથી માર્ચના દિવસે શિવરાત્રિની રજા રહી હતી. વિદેશી મૂડીરોકાણકારોએ ફેબ્રુઆરી મહિનામાં શેરબજારમાં ૧૧૭૮૯૯.૭૯ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. સાથે સાથે ૧૦૦૬૮૦.૧૭ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. આ રીતે ફેબ્રુઆરી મહિનામાં શેરબજારમાં રોકાણનો આંકડો ૧૭૨૧૯.૬૨ કરોડ રહ્યો હતો.