મુંબઈ : શેરબજારમાં આજે પણ તેજી જારી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૮૯ પોઇન્ટ ઉછળીને ૩૬૭૨૫ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૫ પોઇન્ટ ઉછળીને ૧૧૦૫૮ની સપાટીએ રહ્યો હતો. એલએન્ડટીના શેરમાં ત્રણ ટકાનો ઉછાળો રહ્યો હતો. કારોબારીઓના કહેવા મુજબ છેલ્લા કેટલાક દિવસથી જે પ્રકારના ઘટનાક્રમ જાવા મળી રહ્યા છે તે જાતા ફરીવાર મોદીની જીતવાની શક્યતા વધી ગઈ છે. તે પહેલા અનિશ્ચિતતા દેખાઈ રહી હતી પરંતુ હવે ફરી એકવાર સ્થિર સરકારની શક્યતા દેખાઈ રહી છે. કઠોર પોલિસી નિર્ણય લેવામાં સક્ષમ સરકાર બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર મંત્રણા પણ યોજાનાર છે. આ સપ્તાહમાં જ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની સમકક્ષ જિંગપિંગ મળનાર છે.
આ બેઠક સફળ સાબિત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. ઇસીબીની બેઠક પહેલા ડઝન જેટલા યુરો ઝોનમાં સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવામાં આવી શકે છે. ઇસીબીની બેઠકમાં યુરોઝોન અર્થતંત્રને મજબૂત બનાવવા નક્કર પગલા લેવામાં આવી શકે છે. વૈશ્વિક માંગણીને ધ્યાનમાં લઇને ચિંતા વધતા કિંમતોમાં ઘટાડો થયો છે. વિદેશી મૂડીરોકાણકારોએ આ વખતે ફેબ્રુઆરી મહિનામાં ભારતીય શેરબજારમાં આશરે ૧૭૭૨૦ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું છે. આ મૂડીરોકાણ નવેમ્બર ૨૦૧૭ બાદ સૌથી વધારે છે.
વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણકારો દ્વારા નવેમ્બર ૨૦૧૭માં ભારતીય શેરબજારમાં ૧૯૭૨૮ કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું હતું. વિદેશી મૂડીરોકાણકારોએ ફેબ્રુઆરી મહિનામાં શેરબજારમાં ૧૧૭૮૯૯.૭૯ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. શેરબજારમાં ગઇકાલે કારોબારના અંતે તેજી રહી હતી. સેંસેક્સ ૧૯૪ પોઇન્ટ ઉછળીને ૩૬૬૩૬ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૬૬ પોઇન્ટ ઉછળીને ૧૧૦૫૩ની સપાટીએ રહ્યો હતો.