નવી દિલ્હી : શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૩૮ પોઇન્ટ ઘટીને ૩૫૮૬૭ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૪ પોઇન્ટ ઘટીને ૧૦૭૯૨ની નીચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૧.૧ ટકાનો ઘટાડો રહ્યો હતો. ટીસીએસ, વિપ્રો, એચસીએલ ટેક સહિતના શેરમાં મંદી જાવા મળી હતી. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં પણ ઘટાડો જાવા મળ્ય હતો. મારુતિમાં જારદાર ઘટાડો જાવા મળ્યો હતો. બ્રોડર માર્કેટમાં મિડકેપ ઇન્ડેક્સમાં ૬૯ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૩૧૮ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૧૬ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૬૯૦ રહી હતી. એશિયન શેરબજારાં આજે કડાકો બોલી ગયો હતો. જેટ એરવેઝાના શેરમાં ૬.૩ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો.
શેરબજારમાં ગઇકાલે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૬૮ પોઇન્ટ ઘટીને ૩૫૯૦૫ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૨૯ પોઇન્ટ ઘટીને ૧૦૮૦૭ની સપાટીએ રહ્યો હતો. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે આશાવાદી વાત કરી છે. સાનુકુળ વેપાર સમજૂતિ ઉપર પહોંચવા આગામી મહિનામાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને ચીની પ્રમુખ જિંગપિંગ બેઠક યોજનાર છે. બીજી બાજુ એફ એન્ડ ઓ એક્સપાયરીને લઇને પણ ચર્ચા જાવા મળી રહી છે. આનાથી સ્થાનિક શેરબજારમાં ઉથલપાથલ થશે. રોકાણકારો માર્ચની સિરિઝમાં મોરચા સંભાળવા જઈ રહ્યા છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં તેજીની શરૂઆત થઇ ચુકી છે.
સામાન્ય ચૂંટણી એપ્રિલ અને મે મહિનામાં યોજાનાર છે. માર્ચના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી શકે છે. બીજી બાજુ ભારતનો આર્થિક વિકાસ દર પાંચ ત્રિમાસિક ગાળામાં સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. આ આંકડો ૬.૬ ટકા સુધી પહોંચી ગયો છે. ઓક્ટોબર-ડિસેમ્બરના ગાળામાં આ આંકડો ૬.૬ ટકા રહ્યો છે. જીડીપીનો આંકડો ૨૦૧૧-૧૨માં ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં ૭.૭ રહ્યો હતો. ૨૦૧૮-૧૯માં ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીડીપીનો આંકડો ૩૫ લાખ કરોડ રૂપિયાનો રહ્યો હતો જે ૨૦૧૭-૧૮માં ૩૨.૮૫ લાખ કરોડ રહ્યો હતો. ૨૦૧૮-૧૯માં પ્રથમ અને બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથરેટનો આંકડો ક્રમશઃ ૮ અને સાત ટકા રહ્યો હતો. ૨૦૧૮-૧૯ દરમિયાન જીડીપી ગ્રોથનો આંકડો ૨૦૧૭-૧૮માં ૭.૨ ટકા સામે ૭ ટકા રહેવાન અંદાજ છે.