મુંબઇ : શેરબજારમાં આજે પણ મંદીનું મોજુ રહ્યું હતું. સતત ઘટાડા વચ્ચે આજે સેંસેક્સ વધુ ૬૭ પોઇન્ટ ઘટીને ૩૫૮૦૯ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૨૨ પોઇન્ટ ઘટીને ૨૨ પોઇન્ટ ઘટીને ૧૦૭૨૪ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફટી ફાર્મા ઇન્ડેક્સમાં ૩.૧ ટકાનો ઘટાડો રહ્યો હતો. જ્યારે નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૨.૦૭ ટકાનો ઘટાડો રહ્યો હતો. જેએસડબલ્યુ સ્ટીલ અને વેલ્સસ્પૂન કોર્પમાં ઘટાડો રહ્યો હતો. આ ઉપરાંત એચડીએફસી, એચડીએફસી બેંક, સનફાર્મા અને એÂક્સસ બેંકના શેરમાં જારદાર કડાકો બોલી ગયો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૬૭ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૯૪૧ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૧૧ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૨૫૩ રહી હતી. ગઇકાલે હોલસેલ પ્રાઇઝ આધારિત ફુગાવાનો આંકડો જારી કરવામાં આવ્યો હતો. ભારતમાં વાર્ષિક હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો જાન્યુઆરી મહિનામાં ૧૦ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો.
આ ફુગાવો ૨.૭૬ ટકા રહેતા રાહત થઇ છે. જાન્યુઆરી મહિનામાં હોલસેલ પ્રાઇઝ ફુગાવો એક વર્ષના આધાર પર ૧.૮૪ ટકા વધ્યો છે જ્યારે એક મહિના અગાઉની સરખામણમાં ૦.૦૭ ટકાનો વધારો થયો છે. મેન્યુફેક્ચરિંગ ચીજવસ્તુઓ, ફ્યુઅલ પ્રોડક્સની કિંમતમાં ઓછો વધારો થતાં હવે રાહત થઇ છે. ગયા મહિનામાં વાર્ષિક હોલસેલ પ્રાઇઝ આધારિત ફુગાવો ડિસેમ્બર મહિનામાં ૩.૮૦ ટકાની સરખામણીમાં વધી ગયો હતો. બીએસઈ સેંસેક્સ ગઇકાલે ગુરુવારના દિવસે કારોબારના અંતે ૧૫૮ પોઇન્ટ ઘટીને ૩૫૮૭૬.૨૨ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૪૮ પોઇન્ટ ઘટીને ૧૦૭૪૬.૦૫ની નીચી સપાટીએ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં વિદેશી મૂડીરોકાણકારોએ ઊંચા આર્થિક વિકાસ દરની અપેક્ષા વચ્ચે છેલ્લા છ કારોબારી સેશનમાં ભારતીય ઈÂક્વટી માર્કેટમાં ૫૩૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા જાન્યુઆરી મહિનામાં ૫૨૬૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા બાદ નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન શેરબજારમાં ૫૮૮૪ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા.
નવેસરના આંકડા મુજબ એફપીઆઈએ ૧-૮ ફેબ્રઆરી દરમિયાન ઈÂક્વટીમાં ૫૨૭૩ કરોડ રૂપિયા ઠાલવ્યા છે. જ્યારે તેઓએ ડેપ્થ માર્કેટમાંથી ૨૭૯૫ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૮ના ગાળા દરમિયાન મૂડી માર્કેટ ઇÂક્વટી અને ડેબ્ટમાં ૧૭૦૦૦ કરોડ રૂપિયા ઠલવાયા છે. ૧૬મી લોકસભાની પ્રોડક્ટીવીટી છઠ્ઠી ફેબ્રુઆરી સુધી ૮૩ ટકા રહી હતી જ્યારે યુપીએ-૨ના ગાળા દરમિયાન ૬૩ ટકા રહી હતી. આવી જ રીતે યુપીએ-૧ના ગાળા દરમિયાન ૮૭ ટકા રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોથી જૂન ૨૦૧૪ના દિવસે સત્તા સંભાળી લીધા બાદથી ૧૬ લોકસભા આગળ વધી હતી. મોદીએ ભારતના ૧૪માં વડાપ્રધાન તરીકે જવાબદારી સંભાળી હતી. બુધવારના દિવસે તેમની અવધિ પરિપૂર્ણ થઇ હતી. હવે એપ્રિલ-મે ૨૦૧૯માં સામાન્ય ચૂંટણી યોજાના ર છે જેના માટે દેશમાં તૈયારીઓ શરૂ થઇ ચુકી છે.