શેરબજાર :સેંસેક્સમાં ૮૦ પોઇન્ટનો શરૂમાં જ ઘટાડો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: શેરબજારમાં ભારે અફડાતફડી રહે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. આજે કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૮૦ પોઇન્ટ ઘટીને ૩૬૧૪૭ની નીચી સપાટી પર હતો. જ્યારે નિટી ૫૮ પોઇન્ટ ઘટીને ૧૦૮૭૪ની નીચી સપાટી પર રહ્યો હતો. આજે દિવસ દરમિયાન અફડાતફડી રહી શકે છે.ફેબ્રુઆરી ૨૦૧૬ બાદથી દલાલસ્ટ્રીટ માટે સપ્ટેમ્બર મહિનાની સ્થિતિ સૌથી ખરાબ રહી હતી.

આ ગાળા દરમિયાન સેંસેક્સમાં ૨૪૧૮ પોઇન્ટનો ઘટાડો થયો હતો. અથવા તો ૬.૨૬ ટકા સુધીનો ઘટાડો થયો હતો. નિફ્ટીમાં ૭૫૦ પોઇન્ટ અથવા તો ૬.૪૨ ટકાનો ઘટાડો થયો હતો.  સપ્તાહ દરમિયાન સેંસેક્સમાં ૬૧૪ પોઇન્ટનો ઘટાડો થતાં સતત પાંચમાં સપ્તાહમાં સેંસેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો હતો.આવતીકાલે  ગાંધી જ્યંતિ પ્રસંગે શેરબજારમાં રજા રહેશે. આરબીઆઈની પોલિસી પણ જાહેર કરવામાં આવનાર છે. સર્વિસ પીએમઆઈના આંકડા ગુરુવારના દિવસે જારી કરાશે. ભારતની સર્વિસ સેક્ટરની ગતિવિધિ ઓગસ્ટ મહિનામાં જુલાઈની સરખામણીમાં ધીમી રહી છે. જુલાઈ મહિનામાં ૨૧ મહિનાની ઉંચી સપાટી જાવા મળી હતી. ઓટો કંપનીઓ દ્વારા આ સપ્તાહમાં જ તેમના સપ્ટેમ્બર વેચાણના આંકડા જારી કરવામાં આવનાર છે.

સપ્ટેમ્બર મહિનાના આંકડાને લઇને બજાર નિષ્ણાતો ગણતરી લગાવી રહ્યા છે. તહેવારની સિઝનની શરૂઆત થઇ ગઈ છે ત્યારે આ વખતે વેચાણના આંકડામાં હવે સુધારાનો દોર શરૂ થશે. કેરળમાં પુરના લીધે અર્થતંત્રને નુકસાન થયું છે. બીજી બાજુ  ચીન, જાપાન, અમેરિકા અને બ્રિટન તથા યુરો ઝોન દ્વારા આગામી સપ્તાહમાં સપ્ટેમ્બર મહિના માટેના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના આંકડામાં સુધારો થઇ શકે છે. સપ્ટેમ્બર મહિના માટે જાપાનના કન્ઝ્યુમર કોÂન્ફડેન્સના ડેટા મંગળવારના દિવસે જારી કરવામાં આવનાર છે. ે અમેરિકા દ્વારા સપ્ટેમ્બર મહિના માટેના બેરોજગારીના ડેટા જારી કરવામાં આવનાર છે. આ તમામ આંકડાઓ વૈશ્વિક પરિબલોની સાથે સાથે બજાર ઉપર અસર કરી શકે છે.

સરકાર દ્વારા સ્થાનિક કરન્સીના અવમુલ્યનને રોકવા માટે હાલમાં પગલા લેવાયા છે. ઉપરાંત ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટને પહોંચી વળવા માટે સરકાર મક્કમ દેખાઈ રહી છે. જા કે, આ પગલા હજુ સુધી અપેક્ષા મુજબ સફળ રહ્યા નથી. સ્થાનિક કંપનીઓ દ્વારા આ સપ્તાહથી જ તેમની બીજી ત્રિમાસિક કમાણીના રિપોર્ટ જારી કરવામાં આવનાર છે. કેપી એનર્જી દ્વારા બુધવારના દિવસે કમાણીના આંકડા જારી કરાશે. શુક્રવારે ગોવા કાર્બન દ્વારા રિપોર્ટ જારી કરવામાં આવશે.

Share This Article