મુંબઇ : શેરબજારમાં આજે સતત ચોથા દિવસે તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૨૩૨ પોઇન્ટ ઉછળીને ૩૬૨૧૩ની ઉંચી સપાટીએ રકહ્યો હતો. નિફ્ટી ૫૩ પોઇન્ટ ઉછળીને ૧૦૮૫૫ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બેંકિંગ અને એફએમસીજીના શેરમાં જારદાર તેજી જામી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો એફએમસીજી ઇન્ડેક્સમાં ૧.૦૧ ટકાનો ઉછાળો રહ્યો હતો. આઈટીસી, ડાબર ઇન્ડિયામાં તેજી જામી હતી. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૦.૭૭ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. બેંકિંગ શેરોમાં તેજી જામી હતી. બ્રોડર માર્કેટમાં મિડકેપ ઇન્ડેક્સમાં ૧૬ પોઇન્ટનો ઘટાડો થતાં તેની સપાટી ૧૫૧૨૨ રહી હતી. જ્યારે સ્મોલકેપમાં ૨૪ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૬૦૧ રહી હતી. મહાકાય કંપનીઓ દ્વારા ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરવામાં આવનાર છે જેમાં આઈટીની દિગ્ગજ કંપની ટીસીએસનો સમાવેશ થાય છે.
ટીસીએસ ડિસેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામ ૧૦મી જાન્યુઆરીના દિવસે જાહેર કરશે. બીજી આઈટીની દિગ્ગજ કંપની ઇન્ફોસીસ પણ શુક્રવારના દિવસે ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરશે. બજાજ કોર્પ, ઇન્ડસઇન્ડ બેંક ગુરુવારના દિવસે પરિણામ જાહેર કરશે. કર્ણાટક બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ૧૧મી જાન્યુઆરીના દિવસે પરિણામ જાહેર કરનાર છે. આર્થિક મોરચા ઉપર વાત કરવામાં આવે તો દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં નવેમ્બરના આંકડા ૧૧મી જાન્યુઆરીના દિવસે જારી કરાશે. દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન ઓક્ટોબર ૨૦૧૮માં ૮.૧ ટકા વધી ગયો હતો જે ગયા વર્ષે આ મહિનામાં ૪.૫ ટકા હતો. ચીનમાં ફુગાવાના આંકડા ૧૦મી જાન્યુઆરીના દિવસે જારી કરવામાં આવનાર છે. એફપીઆઈએ ૨૦૧૮માં ૮૩૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. જ્યારે ૨૦૧૭માં રેકોર્ડ બે લાખ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. જુદા જુદા કારણો આના માટે જવાબદાર રહ્યા છે. ૨૦૧૮ પહેલા એફપીઆઈ દ્વારા સતત છ વર્ષમાં ઇક્વિટીમાં ખરીદી કરવામાં આવી હતી.આ વખતે નાણાં પરત ખેંચવામાં આવ્યા છે.
૨૦૧૧માં ભારતીય શેરબજારમાંથી એફપીઆઈએ નાણાં પરત ખેંચ્યા હતા. તે પહેલા ૨૦૦૮માં પણ વેચવાલીનો માહોલ રહ્યો હતો. ૨૦૧૮માં એફપીઆઈ શરૂઆતના ગાળામાં નાણાં ઠાલવ્યા હતા પરંતુ વૈશ્વિક બજારમાં નબળી Âસ્થતિ અને ઇક્વિટી મૂડીરોકાણ ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સના પરિણામ સ્વરુપે નાણાં પરત ખેંચવાની શરૂઆત થઇ હતી. માર્ચ મહિનામાં ટુંકી રિકવરી થયા બાદ આ વર્ષના મોટાભાગના ગાળામાં વેચવાલી રહી હતી. વર્ષ ૨૦૧૮માં બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને ૧૪૪૪૮૪૬૫.૬૯ કરોડ થઇ ગઇ હતી. માર્કેટ મૂડીમાં ૭૨૫૪૦૧.૩૧ કરોડનો ઘટાડો થયો હતો. સેંસેક્સમાં વર્ષ ૨૦૧૮માં ૫.૯૧ ટકાનો ઉછાળો આવ્યો હતો. જ્યારે સેંસેક્સમાં ૫.૯૧ ટકાનો સુધારો આવ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૩.૧૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં આ વર્ષ દરમિયાન ૬.૩૫ ટકાનો ઉછાળો આવ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૩.૩૮ ટકાનો ઘટાડો રહ્યો હતો.
સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૫.૫૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. મંગળવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૧૩૧ પોઇન્ટ સુધરીને ૩૫૯૮૧ની સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટીએ ૧૦૮૦૦ની સપાટી હાંસલ કરી લીધી હતી. નિફ્ટી ૩૦ પોઇન્ટ ઉછળીને ૧૦૮૦૨ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં ફરી એકવાર તેજી પરત ફરતા કારોબારી ખુશ છે.