મુંબઇ: શેરબજારમાં આજે મંદી જોવા મળી હતી. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૭૯ પોઇન્ટ ઘટીને ૩૬૧૭૫ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૦ પોઇન્ટ ઘટીને ૧૦૮૮૨ની સપાટી પર રહ્યો હતો. દરમિયાન ડોલરની સામે રૂપિયામાં શરૂઆતમાં જ નવ પૈસાનો ઘટાડો થયો હતો. જેથી તેની સપાટી ૬૯.૫૨ રહી હતી. વર્ષ ૨૦૧૮માં બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને ૧૪૪૪૮૪૬૫.૬૯ કરોડ થઇ ગઇ હતી.
માર્કેટ મૂડીમાં ૭૨૫૪૦૧.૩૧ કરોડનો ઘટાડો થયો હતો. સેંસેક્સમાં વર્ષ ૨૦૧૮માં ૫.૯૧ ટકાનો ઉછાળો આવ્યો હતો. જ્યારે સેંસેક્સમાં ૫.૯૧ ટકાનો સુધારો આવ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૩.૧૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં આ વર્ષ દરમિયાન ૬.૩૫ ટકાનો ઉછાળો આવ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૩.૩૮ ટકાનો ઘટાડો રહ્યો હતો.
સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૫.૫૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. ડિસેમ્બર ત્રિમાસિક કમાણીના આંકડા આ સપ્તાહથી આવવાની શરૂઆત થનાર છે. ત્રીજી જાન્યુઆરીથી આ સિઝનની શરૂઆત થશે.શેરબજારમાં નવા વર્ષના પ્રથમ દિવસે કારોબાર દરમિયાન આજે તેજી રહેતા સારી શરૂઆત વર્ષ ૨૦૧૯ની રહી હતી. ગઇકાલે મંગળવારના દિવસે નિફ્ટી ઇન્ડેક્સ ૪૮ પોઇન્ટ ઉછળીને ૧૦૯૧૦ની ઉંચી સપાટી પર રહ્યો હતો. નિફ્ટીના ૫૦ સેર પૈકી ૩૨ શેરમાં તેજી રહી હતી. આવી જ રીતે ૧૮માં મંદી રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઇ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૫૪૨૬ની સપાટી રહી હતી. જા કે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૬૦ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો.વર્ષ ૨૦૧૮માં ભારે ઉથલપાથલના પરિણામ સ્વરુપે રોકાણકારોએ ૭.૨૫ લાખ કરોડ રૂપિયાની રકમ ગુમાવી દીધી હતી.