મુંબઇ : શેરબજારમાં નવા વર્ષના પ્રથમ દિવસે કારોબાર દરમિયાન આજે તેજી રહેતા સારી શરૂઆત વર્ષ ૨૦૧૯ની રહી હતી. એચડીએફસી બેંક, એચડીએફસી, ઇન્ફોસીસ અને આઇસીઆઇસીઆઇ બેંક જેવા હેવીવેઇટ શેરમાં લેવાલી જામી હતી. શરૂઆતમાં પ્રવાહી સ્થિતી રહ્યા બાદ અંતે સુધારા સાથે બજાર બંધ રહેતા સંતોષની લાગણી જાવા મળી હતી. એસએન્ડપીમાં ઇન્ટ્રા ડે દરમિયાન ઉંચી અને નીચી સપાટી ક્રમશ ૩૬૨૮૪ અને ૩૫૮૮૮ની સપાટી રહી હતી. નિફ્ટી ઇન્ડેક્સ ૪૮ પોઇન્ટ ઉછળીને ૧૦૯૧૦ની ઉંચી સપાટી પર રહ્યો હતો. નિફ્ટીના ૫૦ સેર પૈકી ૩૨ શેરમાં તેજી રહી હતી.
આવી જ રીતે ૧૮માં મંદી રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઇ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૫૪૨૬ની સપાટી રહી હતી. જા કે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૬૦ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો.વર્ષ ૨૦૧૮માં ભારે ઉથલપાથલના પરિણામ સ્વરુપે મુડીરોકાણકારોએ ૭.૨૫ લાખ કરોડ રૂપિયાની રકમ ગુમાવી દીધી હતી. આના આંકડા સોમવારના દિવસે જારી કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૮માં બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને ૧૪૪૪૮૪૬૫.૬૯ કરોડ થઇ ગઇ હતી. માર્કેટ મૂડીમાં ૭૨૫૪૦૧.૩૧ કરોડનો ઘટાડો થયો હતો.શેરબજારમાં ગઇકાલે વર્ષ ૨૦૧૮ના અંતિમ દિવસે ભારે અફડાતફડી વચ્ચે કારોબાર રહ્યો હતો. કેલેન્ડર વર્ષ ૨૦૧૮ના છેલ્લા કારોબારી સેશનમાં ફ્લેટ સ્થિતિ રહી હતી. સેંસેક્સ ૮ પોઇન્ટ ઘટીને ૩૬૦૬૮ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૩ પોઇન્ટ સુધરીને ૧૦૮૬૩ની સપાટીએ રહ્યો હતો. સેંસેક્સમાં વર્ષ ૨૦૧૮માં ૫.૯૧ ટકાનો ઉછાળો આવ્યો હતો. જ્યારે સેંસેક્સમાં ૫.૯૧ ટકાનો સુધારો આવ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૩.૧૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં આ વર્ષ દરમિયાન ૬.૩૫ ટકાનો ઉછાળો આવ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈમિડકેપ ઇન્ડેક્સમાં ૧૩.૩૮ ટકાનો ઘટાડો રહ્યો હતો.
સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૫.૫૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. દલાલ સ્ટ્રીટમાં અમેરિકા અને ચીન મંત્રણા ઉપર નજર રહેશે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, અમેરિકા અને ચીન બંને સંભવિત વેપાર સમજૂતિની દિશામાં આગળ વધી રહ્યા છે. તેમના વેપાર વિવાદને ઉકેલવા માટે બંને દેશો આગળ વધી ગયા છે જેથી હવે આ સમસ્યાનો અંત આવશે. બીજી બાજુ ડિસેમ્બર ત્રિમાસિક કમાણીના આંકડા આ સપ્તાહથી આવવાની શરૂઆત થનાર છે. ત્રીજી જાન્યુઆરીથી આ સિઝનની શરૂઆત થશે. આવી જ રીતે ડિસેમ્બર મહિનાના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ અને સર્વિસ પીએમઆઈના આંકડા પણ આ સપ્તાહમાં જ જારી કરવામાં આવનાર છે.