મુંબઇ : શેરબજારમાં ન્યુ યર પર શેરબજારની હાલત કફોડી રહી શકે છે. જાન્યુઆરી માટે રોલઓવર ડેટાને નિહાળ્યા બાદ લાગે છે કે નવા વર્ષમાં શેરબજારની શરૂઆત નબળી રહી શકે છે. કારોબારીઓ દ્વારા ડિસેમ્બર ફ્યુચર્સ એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટના ખુબ મંદીના સોદા જાન્યુઆરી સિરિઝમાં રોલઓવર કર્યા છે. ડિસેમ્બર મહિનામાં ગ્લોબલ માર્કેટમાં પણ ઘટાડો થયો છે. જેના કારણે ભારતીય શેરબજારમાં દબાણની સ્થિતી રહી છે. બજાર સાથે જાડાયેલા નિ।જાણકાર નિષ્ણાંતોએ કહ્યુ છે કે જાન્યુઆરીમાં ભારતીય બજારની ચાલ ડિસેમ્બર ત્રિમાસિક કંપનીઓના પરિણામ અને વૈશ્વિક બજારથી નક્કી થઇ શકે છે.
નિફ્ટી ફ્યુચર્સ રોલઓવર આંકડો ૭૪ ટકા રહ્યો છે. જે છેલ્લી ત્રણ સિરિઝના ૬૮ ટકાના આંકડા કરતા વધારે છે. માર્કેટવાઇડ રોલઓવર ૮૧ ટકાની સાથે છેલ્લી ત્રણ એક્સપાયરી જેવી સ્થિતી રહી છે. માર્કેટવાઇડ ફ્યુચર્સ ઓપન ઇન્ટરેસ્ટ ગુરૂવારના દિવસે એક્સપાયરીના દિવસે ૧.૨૮ લાખ કરોડ રૂપિયા રહેતા તેની ચર્ચા જાવા મળી રહી છે. જે છેલ્લી સિરિઝની શરૂઆતંમાં ૧.૨૯ લાખ કરોડ રૂપિયાની સાથે રહેતા કારોબારીમાં સંતોષની લાગણી છે.
ડિસેમ્બર સિરિમાં એનએસઇના બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટીમાં ૦.૭ ટકાનો ઘટાડો થયો છે. આ સપ્તાહની શરૂઆતમાં રોલઓવર કોસ્ટ ૦.૪૦ ટકાથી ૦.૪૫ ટકાની આસપાસ હતી. જે એક્સપાયરીના દિવસે ઘટીને ૦.૨૫ ટકા થઇ ગઇ હતી. રોલઓવર કોસ્ટ ઓચી છે અને મંદીના સોદા હજુ પણ પડી રહ્યા છે. ખુબ ઓછા લોકો એવા છે જે લોન્ગ પોઝિશન સોદા કરી રહ્યા છે. આઇટી, ટુ વ્હીલર્સ કંપનીઓ અને મેટલના શેરમાં મંદીના સોદા વધારે જાન્યુઆરીમાં રોલઓવર કરવામાં આવ્યા છે.