બજારમાં તેજી : સેંસેક્સમાં ૩૪૩ પોઇન્ટ સુધી ઉછાળો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મુંબઇ: શેરબજારમાં આજે સવારે  જોરદાર તેજી રહી હતી. કારોબારની શરૂઆત થયા બાદ શેરબજારમાં તેજી રહી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૩૪૩ પોઇન્ટ ઉછળીને ૩૭૪૬૪ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૪૫ પોઇન્ટ   ઉછળીને ૧૧૨૩૪ની સપાટી પર રહ્યો હતો. આજે દિવસ દરમિયાન જારદાર તેજી રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે.  અત્રે નોંધનીય છે કે, અમેરિકા દ્વારા ચીની આયાત ઉપર નવેસરના નિયંત્રણો લાગૂ કરી દીધા છે. આની સાથે જ વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્ર વચ્ચે વેપાર તંગદિલી વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. શેરબજારમાં હાલમાં જુદા જુદા પરિબળોની અસર જાવા મળી રહી છે.

આ વર્ષે હજુ સુધી ડોલર સામે રૂપિયામાં ૧૧.૧ ટકાનો ઘટાડો થયો છે.દેશમાં ફોરેન રિઝર્વનો આંકડો ૪૦૦ અબજ ડોલરથી નીચે પહોંચી ગયો છે. ટ્રેડ ડેફિસિટનો આંકડો પાંચ વર્ષની ઉંચી સપાટી એટલે કે જુલાઈ મહિનામાં ૧૮ અબજ ડોલર સુધી પહોંચ્યો છે. જો કે, ઓગસ્ટ મહિનામાં આ  આંકડો ઘટીને ૧૭.૪ અબજ ડોલર થયો છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને લઇને પણ ચિંતા પ્રવર્તી રહી છે.છેલ્લા કારોબારી સેશનના અંતે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૧૬૯ પોઇન્ટ ઘટીને ૩૭૧૨૧ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો. કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા ફી માળખામાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ આ કંપનીઓના શેરમાં હાલમાં તીવ્ર કડાકો બોલી ગયો હતો. સેબીના આ નિર્ણયના પરિણામ સ્વરુપે એસેટ મેનેજમેન્ટ કંપનીઓના નફામાં ગાબડા પડશે પરંતુ મૂડીરોકાણકારો માટે બચત વધી જશે. રેગ્યુલેટર દ્વારા ફંડ હાઉસ માટે કહેવાતા કુલ ખર્ચ રેશિયોમાં પણ મર્યાદા મુકી દીધી છે.

ઇÂક્વટી એસેટે ૫૦૦ અબજ સુધી સાથે ફંડ હાઉસ માટે કુલ ખર્ચ રેશિયોમાં કાપ મુકવાની જાહેરાત કરવામાં આવી છે. ડોલરની સામે રૂપિયામાં આજે સવારે ૫૩ પૈસાનો સુધારો થયો હતો. આની સાથે જ ડોલરની સામે રૂપિયો ૮૧.૮૮ સુધી રહ્યો હતો. રૂપિયામાં ફરી એકવાર રિક્વરી શરૂ થઇ રહી છે. બુધવારના દિવસે ડોલરની સામે રૂપિયામાં ૬૧ પોઇન્ટનો સુધારો રહ્યોહતો. જે માર્ચ ૨૦૧૭ બાદથી એક દિવસમાં સૌથી મોટો સુધારો રહ્યો હતો. યશબેંકના શેરમાં આજે ઘટાડો રહ્યો હતો.શેરબજારમાં  હાલમાં જ  રોકાણકારોએ છેલ્લા ત્રણ દિવસના ગાળામાં ૩.૬૨ લાખ કરોડ રૂપિયા ગુમાવી દીધા છે. સોમવાર બાદથી ઇન્ડેક્સમાં ૯૭૦ પોઇન્ટનો ઘટાડો થઇ ચુક્યો છે. શેરોમાં જ ઘટાડાના પરિણામ સ્વરુપે બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ૩૬૨૩૫૭.૧૫ કરોડ સુધી ઘટી જતાં અફડાતફડી મચી ગઈ છે.  જા કે હવે સુધારો થઇ રહ્યો છે.

માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે, અમેરિકા અને ચીન વચ્ચે વેપાર ખેંચતાણ, ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો અને ડોલર સામે રૂપિયાના ઘટતા જતા ભાવના કારણે હાલત કફોડી બનેલી છે. શેરબજારમાં ફરી એકવાર તેજી રહી છે. શેરબજારમાં આજે સવારના કારોબારમાં તેજી રહ્યા બાદ આજે દિવસ દરમિયાન તીવ્ર તેજી રહી શકે છે. સાથે સાથે રૂપિયામાં પણ રિક્વરી જાવા મળે તેવા સંકેત દેખાઇ રહ્યા છે.

Share This Article