રાયપુર : છત્તીસગઢના ભિલાઈ સ્ટીલ પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટના મામલામાં મોતનો આંકડો વધીને આજે ૧૧ ઉપર પહોંચ્યો હતો.ઘાયલ થયેલા અને સારવાર હેઠળ રહેલા વધુ બે લોકોના મોત થતાં મૃતાંક વધીને ૧૧ ઉપર પહોંચ્યો હતો. ઘટનાક્રમના ભાગરુપે ભિલાઈ સ્ટીલ પ્લાન્ટના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર (સીઈઓ)ને તરત દૂર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય સ્ટીલ મંંત્રી ચૌધરી વિરેન્દ્રસિંહ દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી છે. વિરેન્દ્રસિંહ ઘાયલ થયેલા કર્મચારીઓને મળવા માટે જવાહરલાલ નહેરુ હોÂસ્પટલમાં પહોંચ્યા હતા જે રાયપુરથી ૩૦ કિલોમીટરના અંતરે સ્થિત છે.
મંગળવારના દિવસે આ બ્લાસ્ટ થયો હતો. ઘાયલ ૧૪ લોકો પૈકી બેના મોત આજે વહેલી પરોઢે થઇ ગયા હતા. ભિલાઈ સ્ટીલ પ્લાન્ટના પબ્લિક રિલેશન ઓફિસર દ્વારા આ મુજબની વાત કરવામાં આવી હતી. સીઈઓ એમ રવિને દૂર કરી દેવામાં આવ્યા છે જ્યારે જનરલ મેનેજર પંડ્યા રાજા અને ડેપ્યુટી જનરલ મેનેજર નવીનકુમારને સસ્પેન્ડ કરી દેવામાં આયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે મંગળવારના દિવસે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જે પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો તે પાટનગર રાયપુરથી આશરે ૩૦ કિલોમીટરના અંતરે સ્થિત છે. તેનું સંચાલન સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. પ્લાન્ટમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નિકળી હતી. જેને ધ્યાનમાં લઇને બચાવ અને રાહત કામગીરી તરત હાથ ધરવામાં આવી હતી. સાથે ફાયર બ્રિગેડની ટુકડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ભિલાઇ સ્ટીલ પ્લાન્ટમાં ગેસ પાઈપલાઈનમાં રિપેરિંગ કામગીરી વેળા આ બ્લાસ્ટ થયો હતો.
બ્લાસ્ટ બાદ તમામ ઘાયલોને તરત જ સેક્ટર-૯ હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બ્લાસ્ટ થયો ત્યારે પ્લાન્ટના કોકઓવનમાં ૨૫થી વધુ કર્મચારી કામ કરી રહ્યા હતા. ગઇકાલે સવારે ૧૧ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. આ પહેલા જૂન ૨૦૧૪માં પણ ભિલાઇ સ્ટીલ પ્લાન્ટમાં પંપ હાઉસમાં બ્લાસ્ટ થયો હતો. તે વખતે છ લોકોના મોત થઇ ગયા હતા. જ્યારે ૩૪ લોકો ઘાયલ થયા હતા. આ વર્ષે ઉત્તરપ્રદેશમાં રાયબરેલી નજીક એનટીપીસી પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો જેમાં ૩૨થી વધુ લોકોના મોત થયા હતા અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.
બીજી બાજુ કેન્દ્રીય મંત્રી વિષ્ણુદેવ સાઇએ કહ્યું છે કે, આ બનાવમાં તપાસ કરવા સ્ટીલ ઓથોરિટી ઓફ ઇંડિયા દ્વારા ચાર સભ્યોની સમિતિની રચના કરી દીધી છે. આ મામલામાં અહેવાલ તૈયાર કરાયા બાદ સુપ્રરત કરવામાં આવશે. ઇÂન્ડયન પીનલ કોડ હેઠળ તપાસ પણ હાથ ધરાઈ છે.