અમદાવાદ: ગુજરાતમાં અગ્રણી હોસ્પિટલ સ્ટર્લિંગ હોસ્પિટલ્સે લીવર ટ્રાન્સપ્લાન્ટેશન એન્ડ રિજનરેટિવ મેડિસિનમાં અગ્રેસર ગુરૂગ્રામના મેદાંતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીવર ટ્રાન્સપ્લાન્ટેશન એન્ડ રિજનરેટિવ મેડિસિન સાથે તેના સહયોગની જાહેરાત કરી છે. આ લોંચ પ્રસંગે મેદાંતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીવર એન્ડ રિજનરેટિવ મેડિસિનના ચેરમેન અને ડાયરેક્ટર સહિત સ્ટર્લિંગ હોસ્પિટલ્સના જીઆઇ સર્જરી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડો. હિતેશ ચાવડા ઉપસ્થિત રહ્યાં હતાં.
સ્ટર્લિંગ હોસ્પિટલ્સના એમડી અને સીઇઓ ડો. સિમરદીપ એસ ગિલે અદ્યતન મેડિકલ ટેક્નોલોજી તથા બેજોડ પેશન્ટ કેર ડિલિવર કરવામાં સંસ્થાનની કટીબદ્ધતા ઉપર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, મેદાંતા હોસ્પિટલ ગ્રૂપ સાથેનો સહયોગ અમારા દર્દીઓને સંભવિત શ્રેષ્ઠ હેલ્થકેર સેવાઓ અને ઉત્તમ પરિણામો પ્રદાન કરવાની અમારી કટીબદ્ધતા અને સમર્પણને વધુ મજબૂત કરે છે. અમે તબીબી પ્રગતિમાં અગ્રેસર રહેવા અને અમારી સેવાઓની ગુણવત્તામાં વધારો કરવા માટે સતત પ્રયત્નશીલ છીએ.
ગુજરાતમાં લીવર ઓપીડીની રજૂઆત રાજ્યના લોકોની લીવરની સમસ્યાઓની સારવાર અને વ્યવસ્થાપન માટે એક નોંધપાત્ર સીમાચિહ્ન છે. મેદાંતા ગ્રૂપ ઓફ હોસ્પિટલ્સની તબીબી કુશળતા પ્રદેશમાં લીવર અને અન્ય લાંબી બિમારીઓ સંબંધિત પડકારોનો સામનો કરી રહેલા વ્યક્તિઓ માટે આશાનું કિરણ બની રહેશે.