બાળક તો બાળક છે. તેમને હાઇજીન અંગે ક્યાં કોઇ માહિતી હોય છે. આ જ કારણસર બાળકોને ગંદા હાથે જમતા અને ધુળ ભરેલી જગ્યાએ પણ રમતા જોઇ શકાય છે. તે બાબત સ્વાભાવિક છે. પરંતુ આ વાત પણ ૧૦૦ ટકા સાચી છે કે આવા જ માસુમ બાળકોમાં હેલ્થ સંબંધી તકલીફ વધારે રહે છે. તેમનામાં અનેક પ્રકારની તકલીફ હોઇ શકે છે. એમ પણ હવામાન લગતી તકલીફમાં બાળકો વારંવાર ફસાતા રહે છે. ગંદકી અને પરસેવાથી બાળકોને કેટલીક તકલીફ થઇ શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠનના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે દુનિયાભરમાં દર વર્ષે ૩૦ લાખ બાળકો ઇન્ફેક્શનના શિકાર થઇ જાય છે. ભલે ઇન્ફેક્શનનો શિકાર થયેલા આ ૩૦ લાખ બાળકોને રસી મારફતે ૨૦ લાખ બાળકોને બચાવી લેવામાં સફળતા મળી રહી છે.
ચિંતાજનક બાબત એ છે કે આ સંખ્યા સતત વધી રહી છે. એક નવા સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં ૪૭ ટકા બાળકો કુપોષણનો શિકાર છે. હકીકતમાં ગંદકીના કારણે પેટમાં ઇન્ફેક્શનની શક્યતા વધારે રહે છે. જેના કારણે જરૂરી તત્વો પેટની બહાર નિકળી જાય છે. જેની સીધી અસર દિમાગ પર પડે છે. ભોજન પહેલા હાથ સાફ ન કરવાની ટેવ, પાર્કમાં દુષિત પાણી પીવા અનેમાટી ખાઇ લેવા જેવી ટેવ બાળકોમાં રહે છે. આ પ્રકારની એક સમસ્યા કૌલરા ઇન્ફેન્ટમના સકંજામાં બાળકો આવી જાય છે. આ એક પ્રકારની ડાયરિયાની સ્થિતી જ છે. સમર ડાયરિયામાં બાળકને વારંવાર લુઝ મોશન થઇ જાય છે. શરીરમાં પાણીની કમી થઇ જાય છે. બાળક કમજોર બની જાય છે. ગરમીમાં બાળકોને કેટલાક પ્રકારની સ્કીન તકલીફ પણ થાય છે. આ ૨૫થી ૩૦ પ્રકારની હોય છે. જો હાઇજીન પર ધ્યાન રાખવામાં ન આવે તો પરેશાની વધી શકે છે.
પરસેવો થવાના કારણે સ્કીન પરના પોરેસ બંધ થઇ જાય છે. બાળકોને કોઇ પણ પ્રકારની પરેશાનીથી બચાવી લેવા માટે તે સાફ સુથરા રહે તે જરૂરી છે. પર્સનલ હાઇજીનના મામલે બાળકોને માહિતી આપવી જોઇએ.તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવમાં આવ્યું છે કે હોસ્પિટલમાં થતા બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે માત્ર ભારતમાં દર વર્ષે જન્મના પ્રથમ ચાર સપ્તાહમાં ૧૯૦૦૦૦ બાળકોના મોત થઇ જાય છે. અભ્યાસમાં ચોંકાવનારા તારણ સપાટી પર આવ્યા બાદ આરોગ્યને લઈને ભારતમાં નવજાત શિશુના મામલે ગંભીર ચિત્ર સપાટી પર આવ્યું છે. સેન્ટર ફોર ડીસીઝડાયનેમિક્સ ઈકોનોમિક્સ એન્ડ પોલિસી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે આશરે ૧૦ લાખ ભારતીય નવજાત શિશુ દર વર્ષે લાઈફના પ્રથમ ચાર સપ્તાહમાં મૃત્યુ પામે છે. આ મોત પૈકી ૧૯૯૦૦૦ જેટલાં નવજાત શિશુના મોત બેક્ટેરિયલ ઈન્ફેક્શનનાં કારણે થાય છે. સેપ્સીસ અથવાતો બેક્ટેરિયલ ઈન્ફેક્શન સારવાર થઈ શકે તે પ્રકારનો રોગ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે બેક્ટેરિયલ ઈન્ફેક્શન હોસ્પિટલમાં લાગતા ઈન્ફેક્શનનાં કારણે થાય છે.
પુખ્ત વયના લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવતાં કેટલાંક બાળકોનાં મોત થાય છે. યોગ્ય માર્ગદર્શન નહીં મળવાથી અથવા તો આડેધડ દવાનો ઉપયોગ કરવાથી બાળકોનાં મોત થાય છે. નવજાત શિશુ સામે કામ કરતાં બેક્ટેરિયાને અમે મજબૂત બનાવી દઈએ છીએ. નવજાત શિશુમાં રોગપ્રતિકારક શક્તિ ખૂબ ઓછી રહે છે. આવા બાળકોને ખૂબજ સંભાળની જરૂર પડે છે. એન્ટીબાયોટિક રજીસ્ટન્સ અથવા તો એબીઆર સામે લડવા ઉપયોગી એન્ટીબાયોટિકનો ઉપયોગ વધે તે અતિ જરૂરી છે. ભારતમાં નવજાત શિશુ અને બાળકને જન્મ આપનાર માતાનો દર ઉંચો છે. વિશ્વનાં અન્ય દેશોની સરખામણીએ ભારતમાં આ દર વધુ છે. બાળકનાં જન્મ વેળા ભારતમાં ઘણી મોટી સંખ્યામાં મહિલાઓનાં મોત થાય છે અને આના માટે મુખ્ય કારણ બેદરકારી છે. પ્રથમ ચાર સપ્તાહમાં ૧૯૦૦૦૦ બાળકોનાં મોતનો આંકડો પણ ઓછો નથી..બાળકોને દરરોજ કસરતની ટેવ પાડવામાં આવે તો તેના કારણે ફાયદો થાય છે. દરરોજ બે વખત સ્નાન કરવાની ટેવ પાડવાની જરૂર હોય છે. બે વાર સ્નાન કરવાથી પરસેવામાં એકત્રિત થયેલા બેક્ટિરિયા બોડીથી દુર થઇ જાય છે. જેથી સ્કીન તકલીફની શક્યતા ઓછી થઇ જાય છે.