આથિયાના રાહુલ સાથે ૩ મહિનામાં પ્રભુતામાં પગલાં

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બોલિવૂડ અને ક્રિકેટ બંને ગ્લેમરસ ફિલ્ડ છે અને આ બંને પ્રોફેશન્સમાં ફેમની સાથે અઢળક પૈસા છે. આવી જ એક હોટ જોડી ટૂંક સમયમાં મેરેજ કરવા જઈ રહી છે. સુનિલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્‌સમેન કે.એલ. રાહુલ છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને ગત વર્ષે જ તેમણે તેમના રિલેશનશીપની જાહેર કરી હતી. આ કપલ આગામી ત્રણ મહિનામાં મેરેજ કરવા જઈ રહ્યું છે તેવો રિપોર્ટ સામે આવ્યો છે.

થોડા સમય પહેલા આથિયા અને રાહુલે મુંબઈમાં રૂપિયા ૧૧ કરોડનો એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો અને આ કપલે લગ્ન પછી ત્યાં જ મૂવ થવાનું નક્કી કર્યું હતું. જો રિપોર્ટ્‌સનું માનીએ તો, થોડા સમય પહેલા કેએલ રાહુલના ફેમિલી મેમ્બર્સ મુંબઈ આવ્યા હતા અને આ કપલે ખરીદેલા નવા ઘરે આથિયાના ફેમિલી સાથે મુલાકાત કરી હતી. લગ્ન પ્રસંગની વિવિધ તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. હાલ, આથિયા અને રાહુલ જર્મનીમાં છે.  રાહુલ આઈપીએલ બાદ ઈન્જર્ડ થયો હતો અને ડોક્ટર્સે તેને સર્જરીની સલાહ આપી હતી. આથિયા પણ તેના હબીની કેર કરવા તેની સાથે જર્મની પહોંચી ગઈ હતી.

Share This Article