પોલીસે પોસ્કો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી નરાધમની ધરપકડ કરી
રાજકોટ : જેતપુરમાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં સાવકા પિતાએ તેમની સગીર વયની પુત્રી પર રાત્રિના સમયે એકલતાનો લાભ લઈ દુષ્કર્મ ગુજાર્યુ હોવાનો બનાવ જેતપુર સિટી પોલીસ મથકમાં નોંધાતા આરોપી સામે પોસ્કો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે આરોપીને સકંજામાં લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જેતપુર શહેરમાં રહેતી એક મહિલાએ તેમના પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે જેતપુર સિટી પોલીસ આરોપી સામે પોસ્કો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના અગાઉ લગ્ન થયા હોય તેના થકી તેમને સંતાનમાં એક દીકરી છે. તેમને પ્રથમ પતિ સાથે અણબનાવ બનતા બન્ને અલગ થઈ ગયા હતાં અને બાદમાં મહિલાએ બીજા લગ્ન ભડીંગો ઉર્ફે અશોક સાથે કર્યા હતાં. ત્યારબાદ સગીર પુત્રી અને માતા આ અશોક સાથે જેતપુરમાં રહેતા હતાં. ત્યારબાદ આ સાવકા પિતાની નજર બગડતા રાત્રિના સમયે એકલતાનો લાભ લઈને સાવકા પિતાએ તેમની સગીર પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યુ હતું. ત્યારબાદ ગુમસુમ રહેતી પુત્રીએ સમગ્ર વાત તેમની માતાને કરતાં માતાએ તેમના પતિને હકીકત જણાવી હતી. જેથી પતિ લાજવાને બદલે ગાજીને માતા-પુત્રીને ધમકાવ્યા હતાં. માતાએ પુત્રીને સાથે રાખી જેતપુર સિટી પોલીસ મથકે પહોંચી પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. સાથે જ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે મારામારી અને પ્રોહીબિશનના ગુનાઓ પણ અગાઉ નોંધાઇ ચુક્યા છે. ત્યારે જેતપુર સિટી પોલીસે નરાધમ સાવકા પિતાની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
ટેલાવને પાવર ઇક્વિપમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે ₹20 કરોડના વ્યૂહાત્મક ઇક્વિટી ઇન્ફ્યુઝનની જાહેરાત કરી
નવીન ટ્રાન્સફોર્મર સોલ્યુશન્સની અગ્રણી ઉત્પાદક ટેલાવને પાવર ઇક્વિપમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે આજે શ્રી રમેશ જયસિંઘાની - પ્રમોટર, પોલિકેબ ઇન્ડિયા લિમિટેડ, તેમની...
Read more