અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરની શાળાઓમાં બીજા સત્રનું શિક્ષણકાર્ય અત્યારે ચાલી રહ્યું છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૯ અને ૧૧ની પરીક્ષાની નવી પેપર સ્ટાઇલ જાહેર કરાઇ છે. મોટા ફેરફાર સાથે જાહેર કરેલા આ પરિરૂપમાં ધોરણ-૯ના ભાષાના ૩ વિષય અને ધોરણ-૧૧ના ભાષાના છ વિષયને આવરી લેવાયા છે, જેમાં ધોરણ-૧૧ના તમામ પ્રવાહમાં ભાષાના વિષય માટે એકસરખી પેપર સ્ટાઇલ રહેશે. નોંધનીય વાત એ છે કે, નવી પરીક્ષા પધ્ધતિની અમલવારી ચાલુ સત્રથી જ કરવામાં આવશે, જેને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં થોડીઘણી નારાજગી અને દ્વિધા પ્રવર્તી રહી છે.
નવી પરીક્ષા પધ્ધતિ મુજબ, ધોરણ-૧૧માં ગુજરાતી (પ્રથમ) વિષયની ૫૦ માર્કની બીજી પરીક્ષામાં ૩૯ પ્રશ્ન પુછાશે. ૧૦ ગુણના ૧૭ હેતુલક્ષી પ્રશ્ન અને ૧૨ ગુણના ૧૬ અતિ ટૂંકા જવાબી પ્રશ્ન ૪ ગુણના, ૨ ટૂંકા જવાબી ૧૬ ગુણના, ૨ લાંબા અને ૮ ગુણના ૨ નિબંધ પ્રકારના પ્રશ્ન પુછાશે, જ્યારે હેતુ પ્રમાણે ૧૨ ગુણના જ્ઞાન, ૬ ગુણના સમજ, ૧૨ ગુણના ઉપયોજન, ૮ ગુણના સંયોજન, વિશ્લેષણ અને ૧૨ ગુણના અનુમાન મૂલ્યાંકનના પ્રશ્ન પુછાશે. ધોરણ-૧૧ અંગ્રેજી પ્રથમ ભાષામાં ૧૪ હેતુલક્ષી, ૬ અતિ ટૂંકા જવાબી, ૭ ટૂંકા જવાબી, ૩ ટૂંકા જવાબી, ૧ લાંબો-૧ નિબંધ પ્રકારનો એમ કુલ ૩૨ પ્રશ્ન પુછાશે, જેમાં લિટરેચરના ૨૦ ગુણ રહેશે.
ધોરણ-૧૧ના ગુજરાતી દ્વિતીય ભાષામાં ૧૬ હેતુલક્ષી, ૧૨ અતિ ટૂંકા જવાબી, ૨ ટૂંકા જવાબી, ૪ લાંબા, ૧ નિબંધ પ્રકાર મળીને કુલ ૩૫ પ્રશ્ન પુછાશે. વિભાગ-સી અને વિભાગ-ઇના મળીને ૧૨ માર્કના પ્રશ્ન પુછાશે. ધોરણ-૧૧ હિંદી પ્રથમ ભાષામાં ૧૦ હેતુલક્ષી, ૪ અતિ ટૂંકા જવાબી, ૩ ટૂંકા, ૬ લાંબા, ૧ નિબંધ સહિત ૨૪ પ્રશ્ન પુછાશે. લેખનકાર્ય ૧૪ ગુણનું હશે. ધોરણ-૧૧ના સંસ્કૃતમાં ૧૦ હેતુલક્ષી, ૧૧ ટૂંકા, ૪ લાંબા કુલ ૨૫ પ્રશ્ન પુછાશે. ધોરણ-૯ અંગ્રેજી દ્વિતીયમાં ૧૪ હેતુલક્ષી (અતિ ટૂંકા), ૧૦ ટૂંકા, ૧ લાંબો, ૧ નિબંધ કુલ ૩૪ પ્રશ્ન હશે. ધોરણ-૯ ગુજરાતી દ્વિતીય ભાષામાં ૧૦ હેતુલક્ષી, ૪ અતિ ટૂંકા, ૪ ટૂંકા, ૫ લાંબા, ૧ નિબંધ સહિત ૨૪ પ્રશ્ન પુછાશે, જ્યારે ધોરણ-૯ હિંદી પ્રથમ ભાષામાં ૧૦ હેતુલક્ષી, ૭ અતિ ટૂંકા, ૮ ટૂંકા, ૨ લાંબા, ૧ નિબંધ, કુલ ૨૮ પ્રશ્ન અને ગદ્ય-પદ્ય વિભાગના ૧૩ પ્રશ્ન પુછાશે. બોર્ડ દ્વારા કરાયેલા પરીક્ષા પધ્ધતિના ફેરફારને લઇ બીજીબાજુ, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી અને દ્વિધાભરી પરિÂસ્થતિ પ્રવર્તી રહી છે.