લોખંડી પુરુષના જન્મદિનની દેશભરમાં કરાયેલ ઉજવણી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી  : લોખંડી પુરુષ તરીકે જાણિતા રહેલા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસની આજે દેશભરમાં શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. રન ફોર યુનિટી સહિતના જુદા જુદા કાર્યક્રમ આજે યોજાયા હતા. સરદાર પટેલને યાદ કરવામાં આવ્યા હતા. ભારતને એક રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવામાં સરદાર પટેલે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. સરદાર પટેલ એક મજબુત શખ્સિયતના માલિક હતા. સરદાર પટેલને લોખંડી પુરૂષ તરીકે પણ ઓળખવામાં આવે છે.

દેશના નિર્માણમાં તેમની અભૂતપૂર્વ ભૂમિકા રહી છે. સ્વતંત્રતા બાદ પટેલે પીવી મેનનની સાથે મળીને દેશી રિયાસતને દેશમાં મર્જ કરવાની ઝુંબેશ મોટા પાયે હાથ ધરી હતી. ૫૬૨ રિયાસતને દેશમાં મર્જ કરાવી હતી.  સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે પણ લોકોમાં લોકપ્રિય રહ્યા છે. હિન્દી, ઉર્દૂ અને અન્ય ભાષાઓમાં પણ તેઓ જાણિતા રહ્યા છે.

દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુ હતા ત્યારે તેઓ દેશના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન તરીકે રહ્યા હતા. આજે  તેમની જન્મજ્યંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.   તેમને સાચી અંજલિ આપવા માટે સરદાર વલ્લભભાઈ પટેલની મહાકાય પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. જેનુ આજે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ,

 

Share This Article